Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

જુનાગઢ સુખનાથ ચોકનો માથાભારે ઇસમ સંજય રબારી પાસા તળે જેલમાં

જુનાગઢ તા.૧૮ : જિલ્લાના માથાભારે ઇસમ સંજય ડોસા કોડીયાતર રબારી (ઉ.વ.૩૮) રહે. સંજયનગર ગ્રોફેડ મીલ પાસે ગાંધીગ્રામ જુનાગઢવાળા વિરૂધ્ધ પાસો વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ.

જે પાસા વોરન્ટ ઇસ્યુ બાદ સદર પાસા વોરન્ટનો આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. ક્રાઇમ બ્રાંચની એક ટીમ સતત ઉપરોકત પાસાના આરોપીને પકડી પાડવા પ્રયત્નશીલ હોય. દરમિયાન એચ.આઇ.ભાટી પો. ઇન્સ. એસ.ઓ.જી. આર.કે.ગોહિલ ઇચા. પો. ઇન્સ. ક્રાઇમબ્રાન્ચ ડી.જી.બડવા પો.સ.ઇ. ક્રાઇમબ્રાંચ તથા જે.એમ.વાળા, પો. સબ. ઇન્સ. એસ.ઓ.જી.શાખા તથા એલસીબી તથા એસઓજી પો. સ્ટાફને સંયુકતમાં ખાનગી રાહે ચોકકસ હકિકત મળેલ કે, સદર પાસા વોરન્ટનો આરોપી તથા એસ.ઓ.જી. પો. સ્ટાફને સંયુકતમાં ખાનગી રાહે ચોકકસ હકિકત મળેલ કે, સદર પાસા વોરન્ટનો આરોપી પોતાની પ્લાસ્વા ગામે આવેલ વાડીએ હોવાની બાતમી હકિકત આધારે એસ.ઓ.જી. તથા ક્રાઇમબ્રાન્ચ, જુનાગઢ એ ડવી પો. સ્ટે.ના પો.સ.ઇ. વિ.યુ. સોલંકી, બી ડીવીઝન પો. સ્ટે.ના પો. ઇન્સ્. આર.બી.સોલંકી, સી ડીવીઝન પો. સ્ટે. પો.સ.ઇ. જે.એચ.કછોટ તથા પો. સ્ટાફ સાથે રાખી અલગ અલગ ટીમો બનાવી સંયુકત કોમ્બીંગ કરી સદર જગ્યાએ તપાસ કરતા  હસ્તગત કરી  સેન્ટ્રલ જેલ લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ.

ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પો. હેડ કોન્સ. એસ.એ.બેલીમ, વી. કે. ચાવડા, નિકુલ એમ.પટેલત થા  પો. કોન્સ. ડાયાભાઇ કરમટા, સાહિલભાઇ સમા, દિનેશભાઇ કરંગીયા, જીતેષ મારૂ, ભરતભાઇ ઓડેદરા, કરશનભાઇ કરમટા તથા વુ. પો. કોન્સ. રાજેશ્રી દિવરાણીયા તથા એસ.ઓ.જી. જુનાગઢના પો. સ્ટાફના પો. હેડ કોન્સ. મહેન્દ્રભાઇ વાલાભાઇ પો. કોન્સ. મજીદખાન હુસેનખાન, મહેન્દ્રભાઇ દાનાભાઇ, રવિરાજસિંહ વલકુભાઇ, શૈલેન્દ્રસિંહ લખુભા વિગેરે પો. સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:50 pm IST)