Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ભાવનગર સરકારી હોસ્પિટલમાં કેન્સર સારવાર ઉપલબ્ધ

ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટયુટની સાથે ગુજરાત સરકારનાં એમઓયુઃ વિભાવરીબેન દવેના સફળ પ્રયત્નો

રાજકોટ, તા. ૯ :. ભાવનગરની સરકારી હોસ્પિટલમાં હવે કેન્સર સારવાર ઉપલબ્ધ કરાશે. ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટયુટની સાથે ગુજરાત સરકારે એમઓયુ કર્યા છે. રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના પ્રયત્નો ફળ્યા છે.

ભાવનગરની ઘણા લાંબા સમયની માંગણી 'કેન્સર હોસ્પિટલ' જેનું બિલ્ડીંગ બની ગયેલ અને સાધનો માટે લાંબા સમય સુધીની પ્રક્રિયા પછી તે મશીનો પણ હાલ ત્યાં પહોંચી ગયા છે. બિલ્ડીંગ અને મશીનોની સાથે ડોકટરો, સ્ટાફ અને અન્ય વ્યવસ્થાની જરૂર પડે તે માટે ગુજરાત સરકારના સહયોગથી કાર્યરત ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટીટયુટ (જીસીઆરઆઈ)ની સાથે એમઓયુ ભાવનગરમા કેન્સર હોસ્પિટલ માટે ગુજરાત સરકારે કરેલ છે. આજે તા. ૭-૧-૨૦૨૧ના રોજ થયેલા. આ એમઓયુ કરવા માટે પણ વિભાવરીબેન દવેએ અથાગ પ્રયત્નો કર્યા છે. આ એમઓયુ થવાથી હવે ટૂંક જ સમયમાં ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટીટયુટ (જીસીઆરઆઈ) દ્વારા ડોકટરો તેમજ અન્ય જરૂરી તમામ સ્ટાફની નિમણૂક કરવામાં આવશે અને નિમણૂંક થતા કેન્સર હોસ્પિટલ કાર્યરત થશે. કેન્સર હોસ્પિટલમાં જરૂરી ડોકટરો અને સ્ટાફની નિમણૂક માટે પણ વિભાવરીબેન સતત પ્રયત્નશીલ છે. એમઓયુ બાદની વ્યવસ્થા કરવામાં જીસીઆરઆઈને જે થોડા દિવસનો સમય લાગે તે બાદ તુરંત જ જીસીઆરઆઈના શ્રી શશાંક પંડયાજી જોડે વાત કરી વહેલામાં વહેલી તકે આ વ્યવસ્થા પણ કરવા જણાવેલ છે.

આથી હવે ભાવનગરના લોકોને કેન્સરની સારવાર માટે અમદાવાદ કે અન્ય સ્થળે જવુ નહી પડે સરકારશ્રી દ્વારા શરૂ થયેલ આ સેવાનો લાભ શહેરમાં સર ટી હોસ્પીટલમાં મળી જશે.

(11:50 am IST)