Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ડો.મીતકુમાર ધરસંડીયાની જવલંત સિધ્ધિઃ અભિનંદન વર્ષા

ફેલોશીપ ઓફ નેશનલ બોર્ડની પરીક્ષામાં ફર્સ્ટકલાસ સાથે ગુજરાતમાં પ્રથમ

રાજકોટઃ વાંસજાળીયાના પત્રકાર રમેશભાઇ ધરસંડીયાના પુત્ર ડો. મીત કુમાર ધરસંડીયાએ તબીબી શિક્ષણક્ષેત્રે જબરી પ્રગતિ સાધી છે. તેમણે મેડીકલમાં એમ.ડી. (મેડીસીન) પછી ઓલ ઇન્ડિયા લેવલે 'ઇન્ફેફશીયસ ડીસીસ' માં સુપર સ્પેશીયાલીસ્ટ બનવા માટે નેશનલ એકઝામીનેશન બોર્ડ દિલ્હી દ્વારા લેવાતી એફ.એન.બી. (ફેલોશીપ ઓફ નેશનલ બોર્ડ) ની લાયકાત માટે તાજેતરમાં મુંબઇ ખાતે લેવાયેલ પરીક્ષામાંં ફર્સ્ટકલાસ મેળવી જવલંત સિધ્ધી હાંસલ કરી છે.

'ઇન્ફેકશીયસ ડીસીસ' (ચેપી રોગના નિષ્ણાંત'નો અભ્યાસ કરવા માટે ભારતમાં માત્ર આઠ સીટ જ છે. જેમાં ગુજરાત (અમદાવાદ)માં માત્ર સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે એક જ સીટ  છે. બે વર્ષના આ અભ્યાસ ક્રમમાં ડો. મીત ધરસંડીયા એ સને ૨૦૧૮માં શરૂ થયેલી ગુજરાતની આ સીટ પર પ્રવેશ મેળવ્યો હતો. આમ ડો. મીત ધરસંડીયા 'ઇન્ફેકશીયસ ડીસીસ'  માં ગુજરાતમાંથી ઉતિર્ણ થનાર પ્રથમ સુપરસ્પેશ્યાલીસ્ટ ડોકટર છે.

ડો. મીત ધરસંડીયાની શૈક્ષણિક કારર્કીદી પ્રથમથી જ તેજસ્વી રહી છે. ધો. ૧૨ સાયન્સમાં (બી.ગ્રુપ) તેમણે ૯૭.૫૦ ટકા ગુણપ્રાપ્ત કરી ધોરાજી કેન્દ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસમાં પ્રવેશ મેળવી ગ્રેજયુએશન કરી ઇન્ટર્નશીપ પણ ત્યાંજ કરી, ત્યારબાદ પી.જી. એન્ટ્રેસ એકઝામીનેશનમાં તેમણે સમગ્ર ગુજરાત યુનિવર્સીટીમાં પ્રથમ નંબર મેળવી એમ.ડી. (મેડીસીન) ની લાયકાત મેળવી હતી. તેમના પત્નિ ડો. ઉર્વી પણ એમ.ડી.ની પદવી ધરાવે છે. હાલમાં ગુજરાતમાંથી ઉતિર્ણ થનાર 'ઇન્ફેકશીયસ ડીસીસ' ના પ્રથમ સુપરસ્પેશ્યાલીસ્ટ ડો. મીત  કુમાર ધરસંડીયાને મો.૯૦૯૯૦ ૪૬૩૦૭ ઉપર શુભેચ્છાઓનો અભિષેક થઇ રહયો છે.

(12:00 pm IST)