Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

તલાટીઓને સોગંદનામા કરવાની સતા આપવા સામે ગુજરાતના તમામ બાર એસો.ને વિરોધ કરવા ગુજરાત બાર કાઉન્સીલની હાકલ

રાજકોટ તા. ૯ : ગુજરાત રાજય સરકાર દ્વારા તલાટીઓને રર પ્રકારની એફીડેવીટ કરવા માટે આપેલ સતાની જાહેરાતનો વિરોધ કરવા સંદર્ભે ગુજરાતના તમામ બાર એસો.ને આ બાબતે વિરોધ કરવાનો ઠરાવ કરીને ગુજરાત બાર કાઉન્સીલને ઠરાવની નકલ મોકલી આપવા બાર કાઉન્સીલે જણાવેલ છે.

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ ગ્રામ પંચાયતમાં ડિજીટલ સેવા સેતુ યોજના અંતર્ગત તલાટીઓને તાલુકા લેવલ પર એફીડેવીટ કરવાની સતા આપવામાં આવેલ અને જે માન્ય પણ ગણવામાં આવશે.

આ સંદર્ભે ગુજરાત રાજયના તમામ વકીલ આલમ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવેલ. આ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત સંદર્ભે સદર જાહેરાત બાબતે તાકીદે મીટીંગ બોલાવી વિરોધ પ્રદર્શિત કરતો ઠરાવ પોસ્ટ દ્વારા અથવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ઇમેઇલ mail@barcouncilofgujarat.crg  પર તા.૧૧/૧૦ પહેલા અત્રેની કચેરીને મળે તેમ તાત્કાલિક મોકલી આપશો. જેથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તા.૧૧/૧૦ ના રોજ મળનાર સામાન્યસભામાં આગળની કાર્યવાહી કરવા સારૃ યોગ્ય નિર્ણય લઇ શકાય. તેમ દરેક બાર એસો.ને પત્ર પાઠવીને ગુજરાત બાર કાઉન્સીલે જણાવેલ છે(૬

(11:41 am IST)