Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગોંડલ : સંગ્રામસિંહજી હાઇસ્કુલમાં ટ્રેકીંગ વોકનું લોકાર્પણ કરાયું

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા )ગોંડલ તા. ૯: ગોંડલની ઐતિહાસિક સંગ્રામસીહજી હાઇસ્કુલનાં મેદાનમાં વરસોથી યુવાનો ક્રીકેટ રમતાં હોય અને ટુર્નામેન્ટ યોજાતી હોય ઉપરાંત વહેલી સવારે શહેરીજનો વોકીંગ સાથે વ્યાયામ કરી સ્વાસ્થ્ય સાંચવતા હોયછે.ત્યારે મેદાનમાં સ્વચ્છતા સાથે સુવિધા ની માંગ ઉઠતા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા પ્રયત્ન હાથ ધરી રાજય સરકાર માં તાકીદ ની રજુઆત કરતાં અને નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા એ પણ જહેમત ઉઠાવતાં રાજય સરકાર દ્વારા ગ્રાંટ ફાળવતાં ચૌદમા નાણાપંચ ની મળેલ ગ્રાંટ સહીત રું પચાસ લાખ નાં ખર્ચે તૈયાર થયેલ વોકીંગ ટ્રેક નું જયરાજસિંહ જાડેજા ના હસ્તે લોકાર્પણ કરાયું હતું.અદ્યતન વોકીંગ ટ્રેક ઉપરાંત લાઇટીંગ દ્વારા સંગ્રામસીહજી હાઇસ્કુલ નું મેદાન ઝળહળતું બન્યું છે.આગામી સમયમાં અહી સિકયુરિટી ની વ્યવસ્થા કરાશે તેવું કારોબારી અધ્યક્ષ પૃથ્વી સિંહ જાડેજા એ જણાવ્યું હતું.અદ્યતન વોકીંગ ટ્રેક દ્વારા શહેરીજનો ને અદ્બુત સુવિધા પ્રાપ્ત બની છે.લોકાર્પણ કાયઁક્રમ માં શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા,મોહનસિંહ જાડેજા સહીત આગેવાનો,શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:23 am IST)