Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

પોરબંદરમાં જુગાર રમતા ૭ શખ્સો ૩૦ હજારની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર,તા.૧૦ : છાંયા વિસ્તારમાં જુગાર રમતા ૭ શખ્સોને ૩૦ હજાર રોકડ સાથે પોલીસે પકડી પાડ્યાં હતા.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની  દ્વારા જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે એલસીબી એમ.એન.દવે તથા એલ.સી.બી. સ્ટાફના માણસો એલ.સી.બી. ઓફીસ હાજર હતા તે દરમ્યાન કોન્સટેબલ દિલિપભાઈને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે,  છાંયા, જડેશ્વર સોસાયટીમાં આરોપી પ્રતાપ રાજશીભાઇ ઓડેદરા ઉ.વ -૩૦ , રહે.છાંયા જડેશ્વર સોસાયટી, પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અગંત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા આરોપી  પ્રતાપ રાજશીભાઇ ઓડેદરા ઉ.વ-૩૦, રહે, છાંયા, જડેશ્વર સોસાયટી રાજુ વેજાભાઇ મોઢવાડીયા ઉ.વ.૩૭ રહે. ક્રિષ્નાપાર્ક, સરમણ ઓઘડભાઈ ભૂતિયા ઉ.વ-૩૫, રહે, છાંયા, જડેશ્વર સોસાયટી, અરજણ જેઠાભાઇ પરમાર ઉ.વ-૪૩, રહે. છાંયા જડેશ્વર સોસાયટી , હરીશ મુળજીભાઈ રૂઘાણી ઉ.વ.૫૨, રહે. છાંયા રઘુવંશી સોસાયટી, પરેશ બચુભાઈ જતી ઉ.વ.૪૮, રહે. છાંયા, ક્રિષ્નાપાર્ક,  અરજન ભીમાભાઇ આગઠ ઉ.વ.૪૦, રહે. છાંયા, વાળા ઓના કબ્જામાથી ગંજીપતાના પાના તથા રોકડા રૂ.૩૦, ૫૫૦/- ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી અને કમલાબાગ પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

એલસીબી પીઆઇ એમ.એન.દવે, જમાદાર રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, તથા હેડ કોન્સટેબલ સલીમભાઇ પઠાણ, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, કોન્સટેબલ દિલીપભાઇ મોઢવાડીયા, વિગેરે કામગીરીમાં રોકાયેલ હતા.

(11:31 am IST)