Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રાજકોટ જેલમાંથી પેરોલ જંપ કરી હત્યાનો ફરાર કેદી મોરબીના લાલપરથી ઝડપાયો

મોરબી,તા.૧૦:ધ્રાંગધ્રાના ચકચારી ખૂન કેસમાં સંડોવાયેલ અને રાજકોટ જેલમાં રહેલ કેદી પેરોલ પરથી છેલ્લા નવ માસથી ફરાર હોય જે કેદીને મોરબીના લાલપર ખાતેથી ઝડપી લેવાયો છે.

રાજકોટ રેંજ ડીઆઈજીપી સંદીપસિંહ દ્વારા રેન્જમાં પેરોલ ફર્લો વચગાળાના જામીન અને જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓ અને ગંભીર ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એકશન પ્લાન બનાવી કામગીરી કરવા સુચના હોય જે અંતર્ગત રાજકોટ રેંજ ટીમના પીએસઆઈ જે એસ ડેલાના માર્ગદર્શન હેઠળ મહાવીરસિંહ પરમાર અને ભગવાનભાઈ ખટાણા ટીમ કાર્યરત હોય જેમાં ધ્રાંગધ્રા ખાતે જૂથ અથડામણમાં ખૂન અને ખૂનની કોશિશ તથા મારામારીના ચકચારી બનાવમાં રાજકોટ જીલ્લા મધ્યસ્થ જેલમાં રહેલ દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ રહે મૂળ ધ્રાંગધા હાલ ગજાનંદ સોસાયટી મોરબી વાળો તા. ૦૨-૧૨-૧૯ થી દિન ૫ માટે વચગાળાના જામીન પર છુટેલ અને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર ના થઈને ફરાર થયો હતો જે ફરાર કેદી મોરબી તાલુકાના લાલપર ઓરસન ઝોન ખાતે હોવાની બાતમી મળતા રાજકોટ રેંજ ટીમે ફરાર કેદી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લામાં ભારે વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું હતું જોકે હવે મેઘરાજાએ તો વિરામ લીધી છે પરંતુ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં બે બે ફૂટ જેટલા ગટરના પાણી ભરાયેલ જોવા મળે છે અને આ વિસ્તારના રહીશોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

(11:33 am IST)