Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ગોંડલમાં જરૂર પડયે કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે : જયંતિ રવિ

કોરોના મહામારી સંદર્ભે રાજ્યના આરોગ્ય સચિવે મુલાકાત લીધી

ગોંડલ : તસ્વીરમાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ મુલાકાત લીધી તે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય-હરેશ ગણોદીયા દ્વારા)ગોંડલ,તા.૧૦: ગોંડલ શહેર પંથકમાં દિવસેને દિવસે કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે ટૂંક સમયમાં જ એક હજારથી પણ વધુને પાર આંકડો જનાર હોય અને મોતનો આંકડો ૬ ટકાથી પણ વધુનો થઈ રહ્યો હોય આ દરમિયાન રાજયના આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગોંડલની સરકારી હોસ્પિટલની મુલાકાત લઇ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું ટૂંકી મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ગોંડલ સરકારી હોસ્પિટલમાં કોવિડ ૧૯ હોસ્પિટલ શરૂ કરવાની વિચારણા થઈ રહી છે જરૂર પડ્યે કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે આ તકે ડીડીઓ રાણા વશિયા આર.ડી રૂપાલી મેડમ સહિતનાઓ હાજર રહ્યા હતા.

ગોડલ હોસ્પિટલમાં સારવાર લેવા રોજિંદા આવતા દર્દીઓની ખેવના કર્યા વગર માત્રને માત્ર કોવિડના દર્દીઓનો વિચાર કરી અનેક લોકોને ભગવાન ભરોસો મુકવા જેવો ઘાટ ઘડાવા પામેલ છે જયારે ગોડલ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ ઉપરાંત હાઈવે ઝોન અકસ્માત ઝોનમાં આવતો હોય તેમજ દરરોજ આશરે ૫૦૦ થી પણ વધુ દર્દીઓની ઓ પી ડી તપાસ થતી હોય અઠવાડિયામાં બે વખત એલ ટી એલના કેમ્પ કરવામાં આવતા હોય પ્રસુતી સિઝેરિયન જેવા અનેક જુદીજુદી પ્રકારની બિમારીઓની સારવાર થતી હોય ત્યારે આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ કરવામાં આવે તો ઉપરોકત મળતી છીનવાઇ જાય અને ના છુટકે ખાનગી હોસ્પિટલમાં તોતિંગ બીલ ચુકવવાનો વારો જે ગરીબ માણસોને પોસાય નહિ આ ઉપરાંત મળતી સુવાદ્યાઓ પણ બંધ કરવાની નોબત આવી પડે તેવી પરિસ્થિતિ નુ નિર્માણ થાય તેવાં ભણકારા વાગી રહ્યા છે.

(11:34 am IST)