Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

હળવદ પીજીવીસીએલ ડિવિઝનના કોન્ટ્રાકટરોની હડતાલ સમેટાઇ

વિવિધ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ કરી આપવાની ખાત્રી આપ્યા બાદ કોન્ટ્રાકટરો કામે લાગ્યા

(દીપક જાની દ્વારા) હળવદ,તા.૧૦: અહીં નીઙ્ગ પીજીવીસીએલ ડિવીઝન હેઠળના ચાર સબડિવિઝનના ૩૨ જેટલા કોન્ટ્રાકટરો પોતાના વિવિધ ૨૦ જેટલા પ્રશ્નોને લઇ છેલ્લા બે દિવસથી હડતાલ પર ઉતરી ગયા હતા જેને લઇ ખાસ કરીને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા જોકે આજે સાંજના પીજીવીસીએલના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો વચ્ચે થયેલ બેઠક બાદ કોન્ટ્રાકટરોના વિવિધ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ કરી દેવાની ખાત્રી આપ્યા બાદ હડતાલ સમેટાઈ હોવાનું કોન્ટ્રાકટર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું.

હળવદ પીજીવીસીએલના ડિવિઝન હેઠળ આવતા હળવદ શહેર,ગ્રામ્ય, ચરાડવા અને સરા મળી કુલ ચાર સબડિવિઝનના ૩૨ જેટલા કોન્ટ્રાકટરો પોતાના પડતર વિવિધ ૨૦ જેટલા પ્રશ્નોને લઇ છેલ્લા બે દિવસથી હડતાલ પર ઉતરી ગયા હતા જેને કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના પ્રશ્નો,મીટરના પ્રશ્નો તેમજ ટ્રાન્સફોર્મર ના પ્રશ્નોની હારમાળા સર્જાઇ હતી જોકે આજે દ્યણા બધા ખેડૂતો અગાઉ પડેલા વરસાદને લઈ ટ્રાન્સફોર્મર માં ખામી સર્જાઈ હોય અથવાતો બળી ગયા હોય જેથી નવા ટ્રાન્સફોર્મર લેવા માટે પોતાના સ્વખર્ચે વાહનો લઇ પીજીવીસીએલ કચેરી ખાતે ટ્રાન્સફોર્મર લેવા માટે દોડીઆવ્યા હતા ત્યારે છેલ્લા બે દિવસથી કોન્ટ્રાકટરો પોતાના ૨૦ પ્રશ્નોને લઇ હડતાલ પર હતા તેમાંના ૧૪ જેટલા પ્રશ્નો સ્વીકારવામાં આવ્યા છે જયારે બાકીના છ પ્રશ્નોનું પણ વહેલી તકે નિરાકરણ કરીઆપવાની ખાત્રી આપ્યા બાદ કોન્ટ્રાકટરોએ ગઈકાલે પોતાની હડતાલ સમેટી હતી

આ અંગે હળવદ પીજીવીસીએલ કોન્ટ્રાકટર એસોસિએશનના પ્રમુખ પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પહેલા તો અમે ખેડૂતોની માફી માંગીએ છીએ કે તેઓએ બે દિવસ તકલીફ ભોગવવી પડી છે અધિકારીઓ દ્વારા અમારી મોટાભાગની માંગો સ્વીકારી લેવામા આવી છે જેથી અમારી હડતાલ સમેટી લિધી છે અને આવતીકાલે ગુરુવારથી જ દરેક કોન્ટ્રાકટર મિત્રો કામે લાગી જશે તેમ જણાવ્યું હતુંઙ્ગ . કોન્ટ્રાકટરોની મોટાભાગની માંગો સ્વીકારવામાં આવી છેૅં કાર્યપાલક ઇજનેર હળવદ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર એ.આર.કોરડીયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આજે કોન્ટ્રાકટરો સાથે બેઠક કર્યા બાદ કોન્ટ્રાકટરોની મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી છે અને હડતાળનો સુખદ અંત આવ્યો છે તેમ જણાવ્યું હતું.

(11:36 am IST)