Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ગીર સોમનાથ જિ.માં અતિવૃષ્ટિથી થયેલ નુકશાનીનુ વળતર આપવા માંગ

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ, તા. ૧૦ : સતત રપ થી ૩૦ દિવસ વરસાદ વરસવાને કારણે ખેડૂતોને મોટુ નુકશાન ગયેલ છે અને આજે દશથી બાર દિવસ વરસાદ ન વરસેલ છતાં અમકુ ખેતરોમાં પાણી ભરાયેલા છે.

આ ભારે વરસાદને કારણે મગફળી, કપાસ, એરંડા અને કઠોર તેમજ શાકભાજીને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે. અત્યારે જે સર્વે ચાલુ છે તે ખેડૂતોના ઉભા પાકનું થાય છે. હકીકતમાં ખેડૂતોની ઇકોનોમીક વેલ્યુ પાકોની છે. છોડની નહીં છોડ તો ઘાસચારામાં ઉપયોગ થાય છે. ખેડૂતોની ખરી આવક પાકોમાં છે અને તેમાંથી ખેડૂતોના પરિવારોનું ગુજરાન ચાલે છે. જો ખેડૂતોને પાકોનું યોગ્ય વળતર નહીં મળે તો ખેડુતો પાયમાલ થશે. પ્રધાનમંત્રીની ખેડૂતોની આવક ર૦રરમાં બમણી કરવાની છે. સરકારે જાહેર કર્યા મુજબ ખરીફ પાકમાં ખર્ચે હેકટર દીઠ ૪૧ર૬પનો છે. હાલમાં સરકાર આ નુકશાનીનો સર્વે એસડીઆરએફ અંગર્તત થાય છે. ખેડૂતોને મોઘા બીયારણો, ખાતર અને બીજા ખર્ચાઓ મોટા પ્રમાણમાં આવે છે. ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય અંતર્ગત નુકશાનીનું વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતોને ઘણે અંગે નુકસાનીમાં રાહત મળશે.

આ બાબતે ગીર સોમનાથ જીલ્લા ખેડૂતો એકતા પંચના પ્રમુખ રમેશભાઇ બારડની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા જીલ્લા ખેતીવાડી અધિકારીને લેખિતમાં રજુઆત કરેલ છે અને યોગ્ય વળતર માટે માંગણી કરવામાં આવેલ છે.

(11:37 am IST)