Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

જોડીયામાં ભૂગર્ભ ગટર યોજનાનું બાલમરણ : અનોખી રીતે વિરોધ

જોડીયા : જોડીયા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાનું બાલ મરણ બાદ ઠેર ઠેર ગટરની કુંડીઓથી દુષિત પાણીનો રેલમછેલથી શેરી વિસ્તાર ઉપરાંત બજારના લોકો ત્રાહીમામ પુકારી રહ્યા છે. પંચાયત તંત્ર અને જિલ્લા તંત્ર વચ્ચે ભૂગર્ભ ગટર બાબત એક બીજાને ખો આપી રહ્યા છે. પીવાના પાઇપ લાઇનના વાલમાં ગટરનું પાણી નિશાળ શેરી ઉપરાંત લોહાણા શેરી વિસ્તારમાં જોવા મળેલ તે ઉપરાંત જોડીયાના મુખ્ય બજારમાં ઉભરતા ગટરના પ્રશ્ને દુકાનદારો ભૂગર્ભ ગટરની કુંડીના છલકાતા દુષિત પાણીમાં વૃક્ષારોપણ કરીને તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે.

(11:43 am IST)