Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ભુજમાં અમદાવાદ એલસીબીના પીએસઆઇના પુત્ર પાસે છરીની અણીએ ૧૨ હજારની લૂંટ

કડક કાયદાઓ વચ્ચે ભુજીયા ડુંગર આસપાસ લુખ્ખા તત્વોને ડામવા જરૂરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : સરકાર દ્વારા પ્રજાના હિતમાં ગુનાખોરી સંદર્ભે કરાયેલા કડક કાયદાઓ વચ્ચે લુખ્ખા તત્વો ઉપર પોલીસનો અંકુશ જરૂરી છે. ભુજમાં ભુજીયા ડુંગર, ઉપરાંત આસપાસના રિંગરોડ, બાયપાસ રોડ ઉપર લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. પોલીસ ચોપડે નોંધાયેલા નાના મોટા અનેક કેસો વચ્ચે ગઈકાલે અમદાવાદ એલસીબીના પીએસઆઇના પુત્ર પાસેઙ્ગ છરીની અણીએ કરાયેલી લૂંટની ઘટનાએ ચકચાર સર્જી છે.

૨૮ વર્ષીય મોહમ્મદ આરીફ જત તેના મિત્ર સાથે રાત્રે ૧૦ વાગ્યે એકિટવા ઉપર જઇ રહ્યો હતો ત્યારે ભુજીયા રિંગ રોડના આત્મારામ સર્કલ પાસે બાઈક ઉપર આવેલા ચાર શખ્સોએ છરીની અણીએ ૧૨ હજારની લૂંટ ચલાવી હતી.

જોકે, ફરિયાદીએ બુમાબુમ કરતા મોબાઈલ અને એકિટવા ઝુંટવવાની લૂંટારુઓની કોશિશ નિષ્ફળ થઈ અને નાસી છૂટ્યા હતા. દરમ્યાન ફરિયાદી પોલીસ કર્મીનો પુત્ર હોઈ ભુજ પોલીસ દોડતી થઈ હતી અને આરોપીઓને પકડી પાડ્યા હતા. જોકે, લુખ્ખા તત્વો ઉપર પોલીસનો ડર જરૂરી છે.

(12:44 pm IST)