Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

જાણીતી ટ્રાવેલ્સ કંપની પટેલ ટ્રાવેલ્સ સાથે ૧ કરોડની છેતરપિંડી

ગાંધીધામ પોલીસમાં ફરિયાદ, બ્રાન્ચ મેનેજર અને એકાઉન્ટ દ્વારા ગફલો, બુકીંગના રૂપિયા ઓળવાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૦:  ગુજરાતમાં ખાનગી લકઝરી બસના વ્યવસાયમાં અગ્રણી એવી પટેલ ટ્રાવેલ્સ કંપનીએ પોતાની સાથે થયેલી એક કરોડની છેતરપીંડી સંદર્ભે ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવી છે. માલિક મેદ્યજી કુંવરજી ખેતાણી વતી વહીવટ સંભાળનાર પાવરદાર મારુફખાન મલિકે ગાંધીધામ પટેલ ટ્રાવેલ્સની ઓફિસમાં કામ કરનાર બ્રાન્ચ મેનેજર ગિરિરાજસિંહ નાથુભા ઝાલા અને એકાઉન્ટ નિરંજન ભલાભાઈ પરમાર સામે ૧ કરોડ અને ૮ લાખ રૂપિયાનો ગફલો કરી તે રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં લીધા હોવાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ટ્રાવેલ્સના નવા નિયુકત કરાયેલા એકાઉન્ટ દ્વારા હાથ ધરાયેલા ઓડિટ દરમ્યાન એપ્રિલ ૨૦૧૫ થી માર્ચ ૨૦૧૭ દરમ્યાન આ રકમ ઓળવી જવાઈ હતી. આ બન્ને આરોપીઓએ બુકીંગ એજન્ટોને કમિશન અને અન્ય બુકીંગ દ્વારા ગફલો કર્યો હતો. ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:03 pm IST)