Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

જામનગર લાલપુર બાયપાસ નજીક પેટ્રોલ પમ્પ અચાનક કાર ભડભડ સળગવા લાગી : નાસભાગ

રાજકોટ પાસિંગની સેન્ટરો કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડ અને પમ્પના કર્મચારીઓની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

જામનગર લાલપુર બાયપાસ નજીક આજે પેટ્રોલ પંપ પર અચાનક જ એક કારમાં આગ લાગી હતી.અચાનક જ સેન્ટ્રો કાર ધડાકાભેર અવાજ આવતાની સાથે જ ભડભડ સળગી ઉઠી હતી..આ કારમાં  આગજનીની ઘટનાને પગલે નાસભાગ મચી જવા પામી હતી.અને આ અંગે ફાયર બ્રિગેડની તેમને જાણ કરાતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફાયર બ્રિગેડ દ્વારા સળગેલી સેન્ટ્રો કારને ઠારવા માટે કવાયત આદરી હતી.

  રાજકોટ પાસિંગની GJ.3.CA.2445 નંબરની કાર સળગી હતી. CNG ફ્યુલ સાથેના પેટ્રોલ પમ્પ પર કાર સળગતા નાસભાગ મચી ગઇ હતી જોકે સ્થાનિક પંપ ના કર્મચારીઓ તેમજ ફાયરબ્રિગેડની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(10:00 pm IST)