Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કચ્છમાં સર્વેની કામગીરી કરતાં ચાર હેલ્થ વર્કરને કોરોના : નવા ૨૯ દર્દી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૧૦: કચ્છમાં કોરોનાના ફુંફાડા વચ્ચે ૪ હેલ્થ વર્કરોને કોરોના વળગ્યો છે. ભુજના ખાવડા પંથકમાં કોરોનાના સર્વેની કામગીરી કરતા મોટા દીનારા ગામના ૪ હેલ્થ વર્કરોને કોરોના પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે ભુજ નજીક ગડા ગામે કોવિડ હોસ્પિટલમા દાખલ કરાયા છે. જયારે નવા ૨૯ દર્દીઓ સાથે અત્યારસુધી કુલ કેસની સંખ્યા ૨૩૫૮ થઈ છે. એકિટવ કેસ ૩૩૮ છે. સાજા થયેલા દર્દીઓ ૧૯૦૫ છે. સરકારી ચોપડે ૬૮ મોત વચ્ચે વધુ એક મોત છુપાવાયું છે. એકિટવ કેસ અને સાજા થયેલા દર્દીઓનો સરવાળો અને કુલ દર્દીઓની સંખ્યા માથી તેની બાદબાકી કરીએ તો ૪૭ દર્દીઓની દ્યટ આવે છે. એટલે બિનસતાવાર મૃત્યુ આંક ૧૧૫ હોવાની આશંકા છે.

(11:40 am IST)