Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જામનગરમાં પેટ્રોલપંપમાં કારમાં આગ લાગી : સમયસુચકતાથી મોટી દુર્ઘટના ટળી

જામનગરઃ લાલપુર બાયપાસ નજીક આજે પેટ્રોલ પંપ પર અચાનક જ એક કારમાં આગ લાગી હતી... અચાનક જ સેન્ટ્રો કાર ધડાકાભેર અવાજ આવતાની સાથે જ ભડભડ સળગી ઉઠી હતી... આ કારમાં આગજનીની ઘટનાને પગલે નાસભાગ મચી જવા પામી હતી... અને આ અંગે ફાયર બ્રિગેડની તેમને જાણ કરાતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફાયર બ્રિગેડ દ્વારા સળગેલી સેન્ટ્રો કારને ઠારવા માટે કવાયત આદરી હતી.. રાજકોટ પાસિંગની GJ.3.CA.૨૪૪૫ નંબરની કાર સળગી હતી... CNG ફ્યુલ સાથેના પેટ્રોલ પમ્પ પર કાર સળગતા નાસભાગ મચી ગઇ હતી જોકે સ્થાનિક પંપ ના કર્મચારીઓ તેમજ ફાયરબ્રિગેડ ની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી)(તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:59 pm IST)