Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

વાંકાનેરમાં નવા પીઆઇ સોનારાએ ચાર્જ સંભાળ્યોઃ અસામાજીક તત્વોમાં ફફડાટ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૧ :.. અમદાવાદ એસસીઆઇડીમાંથી બદલી થઇ મોરબી જીલ્લાના વાંકાનેર શહેર પીઆઇ પદે ગુરૂવારથી વિધિવત ચાર્જ સંભાળનાર કડક પોલીસ અધિકારીની ઇમેજ ધરાવતા બી. પી. સોનારાની નિમણૂકથી વાંકાનેર વિસ્તારમાં અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

વાંકાનેર શહેરમાં ઘણા સમય બાદ કડક પોલીસ અધિકારીના આગમનથી શહેરીજનોમાં અપેક્ષાઓ વધવાની સાથે વ્યાજંકવાદીઓ, અન્ય બદીઓ ઉપરાંત ટ્રાફિક સમસ્યામાં આવનારા દિવસોમાં રાહત મળે તેવા સંકેતો ઉજાગર થયા છે.

(11:42 am IST)