Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ચોટીલામાં સફાઇ કામદારોનું સન્માન

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય પ્રેરિત ચોટીલા સફાઈ કામદાર નું સન્માન કાર્યક્રમમાં ચોટીલા શહેરી વિસ્તારમાં સફાઈ કામ કરતાં સફાઈ કર્મચારીઓનો  સન્માન કરવામાં આવ્યું હતુ અને કોરોના ના કપરા કાળમાં પણ સફાઈ કામદારોએ વોરિયર્સ તરીકે ચોટીલા મા સારી કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય દ્વારા સફાઈ કર્મચારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.આ સફાઈ કર્મચારીઓને વિપુલભાઈ,અક્ષયભાઈ,વિશાલભાઈ દ્વારા કીટ પણ આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં કૃષ્ણ વંદન મહારાજ થાન પિનાકીનભાઈ મેદ્યાણી ચોટીલા મામલતદાર શ્રી ચોટીલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ તાલુકા હેલ્થ ઓફિસર વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું હતુ તે પ્રસંગની તસ્વીર.

(11:46 am IST)