Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જેતપુરમાં તબીબોની હડતાલ મુદ્દે રાજ્યમંત્રી જયેશભાઇ રાદડીયા - સંસદ સભ્ય રમેશભાઈ ધડુક દોડી ગયા

જેતપુર:. જેતપુરમાં નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન સખરેલીયાના દિયર મનીષ ઉર્ફે પિન્ટો વલ્લભભાઈ સખરેલીયાએ તબીબો ઉપર હુમલો કરતા તેના ઘેરા પડઘા પડયા છે ગઈકાલ રાતથી તબીબો અને મેડિકલ સ્ટોર ધારકો હડતાલ ઉપર ઉતરી ગયા છે.

     હડતાલના પગલે આજે બપોરે રાજ્યમંત્રી જયેશભાઇ રાદડીયા અને સંસદ સભ્ય રમેશભાઈ ધડુક જેતપુર પહોંચ્યા છે અને ડોક્ટર એસોસિયેશન સાથે મિટિંગ કરી છે જેમાં અચોક્કસ મુદતની હડતાલ મુદ્દે કોઈ નિરાકરણ આવે તેવું લાગી રહ્યું છે.

(1:08 pm IST)