Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ અને માર્કેટિંગ યાર્ડની રજૂઆત અંતે સરકારે સાંભળી : સરકારી હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર શરૂ થવાના ઉજળા સંજોગો

રાજકોટની PDU આરોગ્ય વિભાગ ની ટિમ નિરીક્ષણ કરી ગઈ:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે ધોરાજી ઉપલેટા જેતપુર અને જામકંડોરણા વિસ્તારના લોકો માટે covid સેન્ટર શરૂ થાય તે બાબતે કાર્યવાહી શરૂ કરી :ટૂંક સમય માટે રાખીને કોવિડ સેન્ટર પ્રાપ્ત થશે

 ધોરાજી : ધોરાજી ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ અને ધોરાજી માર્કેટિંગ યાર્ડ દ્વારા ધોરાજી જેતપુર ઉપલેટા અને જામ કંડોરણા વિસ્તારના કોરોના પોઝિટિવ ગરીબ દર્દીઓ માટે વિનામૂલ્યે સારવાર મળી રહે અને રાજકોટ જવું ન પડે તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલને  સંબોધીને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ સરકારમાંથી ધોરાજી ને કોવીડ સેન્ટર મળે તે બાબતે કાર્યવાહી આરંભી દેતા અને બે વખત ધોરાજી સરકારી હોસ્પિટલની મુલાકાતે અધિકારીઓ આવતા ધોરાજી ને સંજોગો પ્રાપ્ત થયા છે
આ બાબતે ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ તેમજ ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયાણી એ જણાવેલ કે ધોરાજીમાં કોરોના એક કાળો કેર સર્જ્યો છે 700 ઉપર કોરોના પોઝિટિવ દર્દીઓ થઈ ગયા છે અને દર્દીઓ અને રાજકોટ જવા ઇચ્છતા નથી અને ધોરાજીમાં જ હોમ કોરોન્ટાઇન રહે છે પરંતુ વધુ પડતી તબિયત થોડી ખરાબ છે તેઓને ફરજિયાત રાજકોટ લઈ જવા પડે છે જેથી દર્દીઓ પણ રાજકોટની સ્થિતિ જોતા અને રાજકોટનો મૃત્યુઆંક જોતા ડર લાગી રહ્યો છે આવા સમયે ધોરાજી સરકારી હોસ્પિટલમાં જ કોવીડ સેન્ટર મળી રહે તે બાબતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી જે રજૂઆતને અંતે ધોરાજીની પ્રજાએ પણ સાથ સહકાર આપ્યો તેમજ વિવિધ સંસ્થાઓએ પણ ધોરાજી ને સાથ સહકાર આપ્યો અને ધોરાજીના ધારાસભ્યોએ પણ ધોરાજીમાં covid સેન્ટર માટે તે બાબતે તેઓએ પણ પ્રયત્ન કર્યા આમ જોતા ધોરાજી ની તમામ જનતાએ પણ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ અને ધોરાજી માર્કેટિંગ યાર્ડની પ્રજાલક્ષી લડાઇને સમર્થન આપ્યું જેથી રાજ્ય સરકારની સૂચનાથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં બે વખત આરોગ્ય ટીમ સર્વે કરવા આવી છે તે જોતા ધોરાજી ની પ્રજા તેમજ જેતપુર ઉપલેટા અને જામકંડોરણા વિસ્તારના લોકોને પણ વિનામૂલ્યે સારવાર મળી રહે તે બાબતના ઉજળા સંજોગો પ્રાપ્ત થયા છે
વધુમાં જણાવેલ કે આ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોનો રાફડો ફાટી નીકળતા અને જન આરોગ્ય જોખમનો ગંભીર વિષય બન્યો હતો.
ત્યારે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ,  અને માર્કેટિંગ યાર્ડના હોદેદારો દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ખોલવા ઉચ્ચકક્ષા એ રજૂઆતો થઈ હતી. આ રજૂઆતોનો ઉકેલ આવતો જણાઈ રહ્યો છે. અને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં કોવિડ કેર શરૂ થવાના સંજોગો ઉભા થઈ રહ્યા છે.
ધોરાજી ખાતે આવેલ  આરોગ્ય ટીમને  સરકારી અધિકારીઓએ  તેમજ  ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક  ડૉ જયેશ વસેટીયન વિગેરે એ ધોરાજી જામકંડોરણા,જેતપુર ઉપલેટા  ના કુલ કોરોના પોઝિટિવનો આંકડો આપેલ હતો. તેમજ ધોરાજી ખાતે કોવિડ કેર સેન્ટર ખુલે તો તમામ આસપાસના શહેરોથી નજીક સારવાર મળી રહે તેવી લેખિત અને મૌખિક રજુઆત કરી હતી.

આ બાબતે ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયનએ જણાવેલકે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગની ટિમ નિરીક્ષણ માટે આવી છે. તેમણે હોસ્પિટલ બિલ્ડીંગ અને અન્ય વ્યવસ્થાઓ નિહાળી હતી. બિલ્ડીંગ વ્યવસ્થા મુજબ સરકાર દ્વારા અંદાજે 30 થી 25 બેડનું કોવિડ કેર સેન્ટર સંભવત છે. સાથોસાથ બે થિ ત્રણ નિષ્ણાત તબીબો અને નર્સિંગ સ્ટાફ નિમાઈ શકે છે.
 ધોરાજી ખાતે રાજ્ય સરકાર દ્વારા કોવિડ કેર સેન્ટર ખોલવાથી ધોરાજી, ઉપલેટા, જેતપુર, જામકંડોરણા, ભાયાવાદર સુધીના પેશન્ટને લાભ મળી રહે...
 હાલ ધોરાજી પંથકમાં કોરોના આંક 700 નજીક પહોંચ્યો છે. ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર શરૂ થવું રાહતના સમાચાર બની શકે તેમ છે

આ સમયે ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયાણી વિગેરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ નો આભાર માન્યો હતો કે ચાર તાલુકાની પ્રજા જે કોરોના પોઝિટિવ પીડાઈ રહી છે તેવા તમામ દર્દીઓને વિનામૂલ્યે સારવાર પ્રાપ્ત થાય તે બાબતે સંવેદનશીલ સરકારે પ્રજાની વહારે આવી અને તાત્કાલિક ધોરાજીમાં covid સેન્ટર પ્રાપ્ત થાય તે બાબતે પ્રયાસ હાથ ધર્યો છે જેથી તમામ સરકારી અધિકારીઓ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ નો આભાર માન્યો હતો

(6:36 pm IST)