Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી દીપડો ફરાર

પાંજરુ સાફ કરતી વખતે કર્મચારીની નજર ચૂકવી દીપડો ભાગી જતા તંત્રમાં દોડધામ

 

નાગઢઃ જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી દીપડો ફરાર થઈ જતાં ઝૂ સતાધીશોમાં દોડધામ મચી જવા પામી છે

 જાણવા મળતી વિગતો મુજબ દરરોજ દીપડા તથા અન્ય વન્ય પ્રાણી ઓના પીંજરા સાફ કરવામા આવે છે,ઝૂ કર્મચારીઓ દ્વારા રૂટીન પ્રક્રિયા મુજબ ઝૂ કર્મચારીઓ દીપડાના  પાંજરાની સફાઈ કરતા હતા ત્યારે એક આઠ વર્ષનો દીપડો કર્મચારીઓની નજર ચૂકવી ફરાર થઈ જતાં દોડધામ મચી હતી.
 
ઘટનાની જાણ થતાં ઝૂના ઉચ્ચ અધિકારીઓ સથળ પર પહોંચી ગયા હતાં અને દીપડા ને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. માનવ પર હુમલો કરનાર દીપડાને જૂનાગઢ સક્કરબાગ બાગ ઝૂમાં આજીવન કેદની સજા મળે છે.

 સુત્રો મળતી માહિતી મુજબ ફરાર થયેલો દીપડો માનવભક્ષી નથી અને તેનો જન્મ પણ સક્કરબાગ ઝૂમાં થયો છે અને હાલ તે સક્કરબાગ ઝૂની સેનચુરીમાં છૂપાયો હોવાનુંમાલુમ પડે છે અમે તેને પકડવા અને ફરી પાંજરે પુરવા તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:31 pm IST)