Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

દાહોદની બંડીધારી ગેંગ જૂનાગઢમાં ઝબ્બેઃ ૪૬ ચોરીના ભેદ ખૂલ્યા

પાંચેય શખ્સો દિવસના મજૂર બની રેકી કરતા હતા અને રાત્રે બંડી પહેરી ગુન્હા આચરતાઃ કોઇ પ્રતિકાર કરે તો પથ્થરના ઘા કરતા : જૂનાગઢ-૪, કેશોદ-ર, આરંભડા-૧, ખંભાળીયા-૩, મીઠાપુર-૩, જામનગર-ર, બોટાદ-૩, પાળીયાદ-૧, પોરબંદર-૧, ભાટીયા-૧ ચોરીના ગુન્હાની કબુલાત

જુનાગઢ તા. ૧૧: સમગ્ર ગુજરાત રાજયમાં ઘરફોડ ચોરી અને લૂંટ કરી, તરખાટ મચાવનાર દાહોદ જિલ્લાના બંડીધારી ગેંગના પાંચ ઇસમોને જુનાગઢ એલસીબીએ દબોચી લઇ રાજયમાં ૪૬ વણ ઉકેલાયેલા ગુનાઓ ડીટેક કરી રૂ. ર,૦૬,૭૮૦ રોકડા તથા રૂ. ૬,૭૯,પ૪પ ના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૮,૮૬,૩રપ નો મુદ્દામાલ કબજે કરેલ છે.

જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટી તથા જુનાગઢ એલસીબી પીઆઇ આર. કે. ગોહિલે આપેલી વિગતો મુજબ.

જુનાગઢ જિલ્લામાં એક બંડીધારી ટોળકી ચોરી અને લુંટના ગુના કરી રહી છે અને આ ટોળકી હાલમાં શેહરના ગાંધીગ્રામ વિસ્તારમાં ગ્રોફેડ મિલની નજીકના સ્થળે મજૂરના વેશમાં રહે છે અને રાત્રે સમયે બંડી પહેરી ચોરી અને લૂંટફાટ કરી રહ્યા છે. તેવી બાતમી મળતા જ જૂનાગઢ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ, આર. કે. ગોહિલ, પી.એસ.આઇ. ડી. જે. બડવા, પીએસઆઇ ડી. એમ. જલુ તથા સ્ટાફ અને ટેકનિકલ સ્ટોર્સના આધારે બાતમીવાળા સ્થળે ત્રાટકતા પ શખ્સો પોલીસને જોઇને ભાગવા લાગ્યા હતા, જેની પાછળ એલસીબીના જવાનોએ દોડી આ પાંચેય શખ્સોને પકડી પુછપરછ કરતા આ પાંચેય શખ્સો બંડીધારી ગેંગના હોવાનું સામે આવ્યું હતું.

જેમાં જાડા ખેરીયા ગામનો શૈલેષ માનસિંગ ભાભોર (ઉ.વ. ર૦) ચીલાફોટાનો નરેશ કનુ ડામોર (ઉ.વ. ર૭) માનવા ગામના નિંગરસિંગ વસના કલમી (ઉ.વ. ર૬) ખેરીયા ગામનો મહેશ ખુમાનસિંહ માવી (ઉ.વ. ર૦) અને ચીલાકોટા ગામનો ચંદુ મલા માંવીએ રાત્રીના સમયે ચોરી અને લૂંટફાટ કરતા હોવાનું કબુલ્યું હતું.

લોકોએ જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ૧, રેલવે સ્ટેશન પાછળ ૧, બાયપાસ નજીક ૧ તેમજ વંથલી હાઇવે ઉપર ર સ્થળે ચોરી કર્યાની કબુલાત કરી હતી. આ સિવાય કેશોદ ખાતે ર, ડીશા ખાતે ર, પાલનુપર ખાતે ૯, થરાદ ખાતે ૧, દ્વારકાના આરંભડા ગામે ૧, ખંભાળિયા ગામે ૩, મીઠાપુર ગામે ૩, જામનગર ખાતે ૩, બોટાદ ખાતે ૩, પાળીયાદ ગામે ૧, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ૬, ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં ૩, દહેગામમાં ૧, હાથીંજણમાં ૧ અને પોરબંદર શહેરમાં ૧ ચોરીનો ગુનો કર્યાનું કબુલ્યું હતું.

મજકુર પકડાયેલ ઇસમો દિવસ દરમ્યાન મજુરના વેશ ધરણ કરી કોઇપણ જગ્યાએ રોકાણ કરી રાત્રીના સમયે બંડી પહેરીને દિવસ દરમ્યાન કરવામાં આવેલ રેકીના સ્થળે ઘરફોડ ચોરી કરે છે. અને જો કોઇ પ્રતિકાર કરે તો છૂટા પથ્થરના ઘા કરી ઇજાઓ કરી નાસી જાય છે.

એકાદ મહીના પહેલા શૈલેષ માનસીંગ ભાભોર રહે જાડાખેરીયા તથા મહેશ ખુમસીંગ માવી રહે. જાડા ખેરીયા તથા ભુપત કનુભાઇ ડામોર રહે. ચીલ્લાકોટા તથા અલ્પેશ ધનસીંગ માવી રહે. જાડા ખેરીયા વાળાઓ માંગરોળમાં પોરબંદર હાઇવે રોડ નજીક એક મકાનમાંથી (૧) રોકડા રૂપિયા આશરે ૧,૦૦,૦૦૦ (ર) સોનાના ચેન નંગ-ર (૩) સોનાની બુટી-૩ જોડી (૪) સોનાની વીટી-૩ નંગ (પ) ચાંદીના સિકકા નંગ ૬૦ જેટલા તથા છૂટા પૈસાનું ચિલ્લરની ચોરી કરેલ છે. જે અંગે માંગરોળ પો. સ્ટે. ગુ. ર.નં. ૧૧ર૦૩૦૩૮ર૦૧૪૭૧/ર૦ર૦ ઇ. પી. કો. કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

ત્રણેક માસ પહેલા શૈલેષ માનસીંગ ભાભોર તથા નરેશ કનુ ડામોર તથા ચંદુ મલ્લા માવી તથા નગરસીંગ વસનાભાઇ કલમીએ જુનાગઢ ગાંધીગ્રામ વિસ્તારમાં રાત્રી દરમ્યાન એક મકાનમાંથી (૧) રોકડા રૂપિયા આશરે ત્રીસ હજાર (ર) સોનાનો સેટ -૧ (૩) સોનાની બુટી-૧ (૪) સોનાની વીટી નંગ-ર (પ) સોનાની કળી નંગ-ર (૬) ચાંદીના સાંકળા ર-જોડી ની ચોરી કરેલ છે. જે અંગે જુનાગઢ સી ડીવી. પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૦૩૦૦૪ર૦૧૦૯૪/ર૦ર૦ ઇ. પી. કો. કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

ત્રણેક માસ પહેલ શૈલેષ માનસીંગ ભાભોર તથા ભુપત કનુ તથા મહેશ ખુમસીંગ તથા નરેશ કનુએ જુનાગઢ રેલ્વે સ્ટેશન પાછળ આવેલ વિસ્તારમાં એક મકાનમાંથી રાત્રી દરમ્યાન (૧) સોનાની વીટી નંગ-ર (ર) સોનાનો પેન્ડલ વાળો સેટ-૧ (૩) સોનાની કાનમાં પેરવાની સર-૧ જોડી (૪) સોનાની કાનમાં પેરવાની કડી-૧ (પ) સોનાની બુટી ૧-જોડી (૬) સોનાનું ગણપતીનું પેન્ડલ-૧ (૭) સોનાનો સીકકો-૧ તથા રોકડા રૂપિયા આશરે ર૦,૦૦૦ ની ચોરી કરેલ છે. જે અંગે ખરાઇ કરતા જુનાગઢ બી ડીવી. પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૦૩૦ર૪ર૧પ૦/ ર૦ર૦ ઇ. પી. કો. કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

આશરે દોઢ પોણાબે મહીના પહેલા શૈલેષ માનસીંગ તથા ભુપત કનુ તથ મહેશ ખુમસીંગ તથા ચંદુ મલ્લાએ જુનાગઢ બાયપાસ નજીકના એક વિસ્તારમં આવેલ મકાને રાત્રી દરમ્યાન (૧) મોબાઇલ ફોન-૧ (ર) રોકડા રૂપીયા આશરે ૧૦,૦૦૦ (૩) સોનાનો હાર-૧ (૪) સોનાનો ચેન-૧ (પ) સોનાની બુટી નંગ-૬, (૬) સોનાની નાકમાં પેરવાની નથડી અને સોનાનો નાકમાં પેરવાનો દાણો નંગ-ર (૭) ચાંદીના સાંકળા જોડી-૧ (૮) ચાંદીનો ચેન-૧ ની ચોરી કરેલ છે. જે અંગે જુનાગઢ બી-ડીવી. પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૦૩૦ર૪ર૦ર૧૬૧/ર૦ર૦ ઇ. પી. કો. કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

બે મહીના પહેલા શૈલેષ તથા નરેશ કનુ તથા નગરસીંગ નરવતસિંગ તથા ચંદુ મલ્લાએ જુનાગઢ - વંથલી હાઇવે રોડ નજીક એક એપાર્ટમેન્ટના  પહેલા માળે આવેલ બ્લોકમાંથી રાત્રી દરમ્યાન  (૧) રોકડા રૂપીયા આશરે ત્રીસેક હજાર (ર) સોનાની વીટી-૧ ની ચોરી  કરેલ છે. જે અંગે બે મહીના પહેલા ઉપરોકત એપાર્ટમેન્ટમાં ચોરી કરેલ તે જ રાત્રીના નજીકમાં આવેલ સોસાયટીના એક મકાનમાંથી (૧) ચાંદીના સાંકળા જોડી-ર તથા બેંકની પાસબુક (ર) રોકડા રૂપિયા આશરે ર૦૦૦ની ચોરી કરેલ છે જે અંગે જુનાગઢ સી-ડીવી. પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧ર૦૩૦૦૪ર૦૧૧ર૪/ ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

દોઢેક મહીના પહેલા શૈલેષ માનસીંગ તથા નરેશ કનુ તથા નગરસીંગ તથા ચંદુ મલ્લાએ કેશોદ મુકામે રાત્રી દરમ્યાન એક મકાનમાંથી રોકડા રૂપિયા ૧૦,૦૦૦ની ચોરી કરેલ છે. જુનાગઢ કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦૩૦૦૪ર૦૧૩૩૯/ ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

દોઢેક મહિના પહેલા મે તથા નરેશ કનુ તથા નગરસીંગ તથા ચંદુ મલ્લાએ કેશોદ મુકામે ઉપરોકત ચોરી કરેલ તે જ રાત્રીના નજીકમાં ત્રણ મકાનમાં ચોરી કરેલ હતી જેમાં બે મકાનમાંથી કાંઇ મળેલ ન હતું અને એક મકાનમાંથી રોકડ રૂપિયા આશરે ૪૦૦૦ની ચોરી કરેલ છે જે અંગે કરતા જુનાગઢ કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦૩૦૦૪ર૦૧૪૪૯/ ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

નવેક મહીના પહેલા શૈલેષ તથા ચંદુ તથા નરેશ દ્વારકા નજીક આરંભડા ગામે એક મકાનમાંથી (૧) ચાંદીના કડલા નંગ-ર (ર) ચાંદીની કાંબી જોડી-૧ (૩) સોનાના કાનમાં પેરવાના વેડલા જોડી-૧ (૪) ચાંદીના સાંકળા જોડી-૩ (પ) ચાંદીના સીક્કા નંગ-૪ (૬) ચાંદીની ગણેશની મૂર્તિ-૧ (૭) ચાંદીનું કળુ-૧ (૮) ઘડીયાળ-૧ (૯) સી.સી.ટી.વી.નું ડીવીઆર-૧ની ચોરી કરેલ છે. જે અંગે મીઠાપુર પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૮પ૦૦પર૦૦૦૬૭/ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૪પ૭, ૪પ૭, ૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

નવેક મહીના પહેલા શૈલેષ તથા ચંદુ તથા નરેશએ ખંભાળીયા નજીક ધરમપુર ગામે એક મકાનમાંથી (૧) રોકડા રૂપિયા આશરે ૪૦,૦૦૦ (ર) સોનાના પાટલા નંગ-ર (૩) સોનાની કાનમાં પેરવાના બુટીયા નંગ-૪ (૪) નાકમાં પેરવાના દાણો તથા નથળી મળી નંગ-ર (પ) ચાંદીના સાંકળા જોડી-૩ની ચોરી કરેલ છે જે અંગે જામખંભાળીયા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮પ૦૦૪ર૦૦ર૧૦/ ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૪પર, ૪પ૭,૩૮૦ મુજબનો ગુનો દાખલ કરેલ છે.

નવેક મહીના પહેલા શૈલેષ તથા ચંદુ તથા નરેશએ દ્વારકા નજીક આવેલ મીઠાપુર ગામ પાસે આવેલ આરંભડા ગામમાં એક મકાનેથી (૧) સોનાના ચેન નંગ-ર (ર) સોનાની વીટી નંગ-૩ (૩) સોનાનુ કળુ-૧ (૪) સોનાની પટ્ટીવાળા પાટલા જોડી-૧ (પ) કાનમાં પેરવાની બુટી જોડ-ર (૬) સોનાના પેન્ડલ નંગ-૩, (૭) ચાંદીના સાંકડા જોડી-૧ (૮) રોકડા રૂપિયા આશરે ૩૦,૦૦૦ ની ચોરી કરેલ છે. જે અંગે મીઠાપુર પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૮પ૦૦પર૦૦ ૬૮/ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૪પ૪,૪પ૭, ૩૮૦ મુબનો ગુનો દાખલ થયેલ છે.

નવેક મહિલા પહેલા શૈલેષ તથા નરેશ કનુ તથા નરેશએ દ્વારકા નીજક આવેલ મીઠાપુર ગામમાં એક મકાનમાંથી (૧) કાનમાં પેરવાની સોનાની બેટી સર સાથેની જોડી-૧ (ર) સોનાનો સેટ-૧ (૩) સોનાની વીટી નંગ-૩ (૪) સોનાના નાકના દાણા નંગ-૪ (પ) ચાંદીની લકકી-૧ (૬) ચાંદીના સાંકળા જોડી-ર (૭) સોનાની વારી-૧, (૮) સોનાનું પેન્ડલ-૧ (૯) સોનાના કાનના દાણા નંગ-૩ તથા રોકડા રૂપિયા આશરે રપ૦૦૦ની ચોરી કરેલ છે જે અંગે મીઠાપુર પો.સ્ટ.ગુ.ર.નં. ૧૧૧૮પ૦૦પર૦૦૦ ૬૮/ર૦ર૦ ઇ.પી.કો.ક મલ ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

દશેક મહિના પહેલા શૈલેષ તથા ચંદુ તથા નરેશ જામનગરમાં એક મકાનમાંથી રોકડ રૂપિયા આશરે ૩૦,૦૦૦ તથા સોનાનો ચેન-૧ની ચોરી કરેલ છે જે અંગે જામનગરસીટી બી ડીવી પો. સ્ટે. ગુ. ર.નંફ ૧૧૨૦૨૦૦૯૨૦૦૦૯૧ /૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

દશેક મહીનાપહેલા શૈલેષ તથા નરેશ તથા ચંદુને જામનગર એક મકાનમાંથી સોનાની વીટી નંગ-૨ (૨) સોનાની બુટી જોડી -૧ (૩) સોનાના નાકના દાણા નંગ -૫ તથા રોકડા રૂપિયા આશરે ૧૦,૦૦૦ ની ચોરી કરેલ છે. જે અંગે જામનગર સીટી એ ડીવી. પો. સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૮૨૦૦૨૨૦/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

અગીયારેક મહિના પેલા શૈલેષ તથા ચંદુએ ખંભાળીયા નજીક ભાટીયા ગામે એક મકાનમાંથી (૧) સોનાનો હાઇ (૨) સોનાનો ચેન-૧ (૩) ચાંદીના સાકળા જોડી -૨ની ચોરી કરેલ છે. જે અંગે કલ્યાણપુર પો. સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૩૨૦૦૦૩૭/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

અગીયારેક મહીના પહેલા શૈલેષ તથા ચંદુએ ખંભાળીયા નજીક ભાટીયા ગામે ઉપરોકત મકાનમાં ચોરી કરેલ તે જ રાત્રીના ભાટીયા ગામમાં બીજા એક મકાનમાંથી (૧) સોનાની નાની બુટી-૨ (૨) સોનાની વીટી-૧ (૩) સોનાની નથડી -૧ (૪) ચાંદીના સાકળા જોડી-૩, (૫) રોકડા રૂપિયા આશરે ૧૦,૦૦૦ ની ચોરી કરેલ છે. જે અંગે કલ્યાણપુર પો. સ્ટે. ગુ.ર.ને ૧૧૧૮૫૦૦૩૨૦૦૦૩૭ /૨૦૨૦ ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

દેશક મહીના પહેલા શૈલેષ તથા ચંદુએ જામનગરમાં એક દુકાનના ઉપરના પતરા તોડી અંદરથી ચાંદીના ઢાળીયાની ચોરી કરેલ છે જે અંગે જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૮૨૦૦૦૮૪/ ૨૦૨૦ ઇ.પી.કો કલમ ૪૫૪ ,૪૫૭,૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

ગયા જાન્યુઆરી મહીનામાં શૈલેષ તથા ચંદુએ મીઠાપુર ગામે (૧) સોનાનું મંગળસુત્ર-૧, (૨) સોનાનો ચેન-૧ (૩) સોનાનુ બેસલેટ-૧ (૪) સોનાની કાનમાં પેરવાની બુટી જોડી-૪ (૫) રોકડા રૂપિયા આશરે દોઢ લાખની ચોરી કરેલ છે જે અંગે મીઠાપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૫૨૦૦૦૪૦/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

એકાદ વર્ષ પહેલા નરેશ તથા ચંદુએ બોટાદમાં રાત્રી દરમ્યાન એક મકાનમાંથી (૧) ઘડીયાળ -૧ (૨) રોકડા રૂપિયા ૨,૦૦૦ (૩) કપડાની જોડી -૪ ની ચોરી કરેલ છે. જે અંગેકરતા બોટાદ પો.સ્ટે. ગુ.ર.નં. ફ. ૧૪૦/ર૦૧૯ ઇ.પી.કો. કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦, ૪ર૭ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

આઠેક મહિના પહેલા નરેશ તથા નગરસીંગ તથા ચંદુએ પાળીયાદ ગામે એક મકાનમાંથી (૧) રોકડા રૂપિયા આશરે બે લાખ જેટલા (ર) સોનાની માળા-૧ (૩) સોનાની કડી નંગ-ર (૪) સોનાની વીંટી નંગ-૪ (પ) ચાંદીનો કંદોરો-૧ (૬) ચાંદીની હાથમાં પહેરવાની લકકી-૧ (૭) ચાંદીના સીકકાની ચોરી કરેલ છે. જે અંગે પાળીયાદ પો. સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦ પર૦૦૦૯૩/ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

ચારેક મહિના પહેલા શૈલેષ તથા મહેશ તથા ચંદુ ત્રણેય જણા પોરબંદર આઠ નવ દિવસ રોકાયેલ હતા. ત્યારે બે મકાનના તાળા તોડી અંદર ચોરી કરવા માટે ગયેલ હતા. પરંતુ તેમાંથી કાંઇ મળેલ ન હતું.

આ કામગીરીમાં પો.સ.ઇ. ડી. જી. બડવા તથા પો.સ.ઇ. શ્રી ડી. એમ. જલુ તથા પો. હેડ કોન્સ. વિ. એન. બડવા, એસ. એ. બેલીમ, વિ. કે. ચાવડા, યશપાલસિંહ એસ. જાડેજા, જીતેષ એચ. મારૂ તથા પો. કોન્સ. સાહિલ સમા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, જયદિપભાઇ કનેરીયા, કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા, દિનેશભાઇ કરંગીયા, યશપાલસિંહ જાડેજા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા, ભરતભાઇ ઓડેદરા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહેલ છે.

(11:39 am IST)