Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

રાજ્યના ખેડૂતો માટે આનંદના સમાચાર

રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદીના નિર્ણયને આવકારતા અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષ સંઘાણી

રાજ્યમાં લાભ પાંચમથી મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૨: ગુજરાત રાજયના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ ની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં રાજયના મગફળી પકવતા ખેડૂતો માટે દિવાળીના પર્વ બાદ લાભ પાંચમથી મગફળીની ખરીદીની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. અને રાજયમાં ૫,૨૭૫ પ્રતિ કવીંટલ અને ૧૦,૫૫ પ્રતિ મણ ના ભાવે મગફળીની ખરીદી  કરવાના નિર્ણયને આવકાર્તા અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન અને યુવા નેતા શ્રી મનીષ સંઘાણી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યુ કે રાજય સરકારની કેબિનેટ બેઠકમાં વિજયભાઈ રૂપાણીએ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો નિર્ણય આ વર્ષે પણ કર્યો છે .ત્યારે આ વર્ષે પણ લાભપાંચમથી મગફળી ખરીદીની પ્રક્રિયા કરવામાં આવશે. જયારે આગામી દિવસોમાં રજિસ્ટ્રેશનની તારીખ જાહેર કરાશે એટલું જ નહીં , પરંતુ રાજય સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ૫,૨૭૫ના પ્રતિ કવીંટલ અને ૧,૦૫૫ પ્રતિ મણના ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત રાજયના મગફળી પકવતા ખેડૂતોને ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નડશે નહીં જો કે નિગમ દ્વારા સફળતાપૂર્વક પ્રક્રિયાઓ કરવામાં આવશે અને તે માટે ફૂલપૃફ આયોજન કરવામાં આવેલ છે.

આ તબક્કે ગ્રામ્ય ખેડૂતો માટે વીસી મારફતે વ્યવસ્થા કરવામાં આવશે અને રાજયના તમામ નિશ્યિત કરેલા માર્કેટયાર્ડ ઉપર પુરવઠા નિગમ ખરીદી પ્રક્રિયા કરશે અને આયોજનબદ્ઘ રીતે સંપૂર્ણ કામગીરી પારદર્શક રીતે કરવામાં આવશે. ગત વર્ષે સરકારે ૧૦૧૮ના ભાવે મગફળી ખરીદી હતી જેમાં હવે વધારો થયો છે.

(11:30 am IST)