Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જૈન વેપારીએ આપઘાત કરી પોતાની જિંદગી ટૂંકાવી લીધી

સુરેન્દ્રનગર : કોરોનાની કાળી અસર : આર્થિક સંકડામણના લીધે પગલું ભર્યુ હોવાની શંકા, થોડા દિ' પહેલાં યુવકે ૮મા માળેથી કૂદીને આપઘાત કર્યો હર્તોે

સુરેન્દ્રનગર,તા.૧૨ : સુરેન્દ્રનગરમાં આર્થિક સંકડામણ અને મંદીએ વધુ એક વેપારીનો ભોગ લઈ લીધો હોય તેવું જણાઈ રહ્યું છે. હજુ તો થોડા દિવસો પહેલાં એક જૈન વેપારીએ પડતું મૂકીને આપઘાત કર્યો હતો ત્યારે સુરેન્દ્રનગરના વધુ એક જૈન વૈપારીએ ફાંસો ખાઈની જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. સ્વીટમાર્ટની શોપ ધરાવતા વેપારીના આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ આર્થિક સંકડામણના કારણે પગલું ભર્યુ હોવાની પ્રબળ શક્યતા છે. બનાવની વિગત એવી છે કે શહેરનાં શહેર ના જીન તાન રોડ પર આવેલા દેવદર્શન સોસાયટી પાસે રહેતા સ્વીટ માર્ટના વેપારીએ ઘેર ગળે ફાંસો ખાઈને મોત વ્હાલું કરી લીધું છે. શેઠ અંબાલાલ મૂળચંદ ધ્રાંગધ્રા વાળાની પારસ સ્વીટમાર્ટ શોપના માલિકના પગલાના કારણે ચકચાર મચી છે.

       આજ વિસ્તાર માં થોડા દિવસ પહેલા એક જૈન યુવક માં માળે થી ઝંપલાવી આપઘાત કર્યો હતો . પોલીસ આપઘાતનું કારણ જાણે તે પહેલા બીજા વેપારીના આપઘાતથી જૈન સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે. લોકમુખે કોરોનાના કાળી અસર હોય એવું જણાઈ રહ્યું છે. મૃતક ધર્મેન્દ્રભાઈ શેઠ આશાસ્પદ યુવક હતા. તેમની દુકાન સાથે ધંધામાં કોરોનાના કારણે મદી આવી જતા ખર્ચને નહીં પહોંચી શકતા દેવામાં આવી ગયા હોવાની ચર્ચા હતી. જેનાથી નાસીપાસ થઈને અંતિમ પગલું ભર્યુ હોવાના બિનસત્તાવાર અહેવાલો છે.

(7:39 pm IST)