Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

વઢવાણના પ્રવેશદ્વાર પરના સર્કલને નવા રંગ રૂપ આપવા શહેરીજનોની માંગ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૨ : વઢવાણ શહેર સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્રારા છે અને અમદાવાદ ભાવનગર વિરમગામ તરફથી સુરેન્દ્રનગર શહેરમાં પ્રવેશ કરવા માટે વઢવાણ ગેબનશાપીર સર્કલ પર થઇને પસાર થવુ પડે.વર્ષ ૨૦૧૦ માં તત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવુ GSPC સર્કલ લાખોના ખર્ચે બનાવી અને સર્કલમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકી હતી અને સર્કલનું લોકો અર્પણ કરેલુ પરંતુ હાલ સર્કલની દશા તંત્રના ઓરમાયા વર્તનને લીધે બિસ્માર હાલતમાં હોઇ લોકોએ તાત્કાલિક સર્કલનું રીનોવેશન કરવાની માંગ સાથે આદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

દશ વર્ષ દરમિયાન તંત્ર તરફથી લાખોના ખર્ચે બનેલ સર્કલની કોઇ જ દરકાર નહિ લેતા સર્કલની અંદર હાલ ઝાડી ઝાખરા ઉગી નિકળ્યા છે તેમજ લાઇટીગ માટે હાઇ પાવર ટાવર ઉભો કરેલ પરંતુ સંમય જતા લાઇટીંગ ટાવર ઉતારી નિચે મુકી દિધેલ છે તેમજ અંધારપટ છવાઇલો છે તેમજ બાબા સાહેબની પ્રતિમા આજુબાજુમાં પણ સ્ટાઇલો પ્લાસતર ટુટી જતા હાલ  સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારા પર આવેલ ગેબનશાપીર સર્કલ ખંડેર હાલતમાં છે.

 લોકોની માંગ છે કે અમદાવાદ સુરેન્દ્રનગર હાઇવે પર આવેર શહેરના પ્રવેશ દ્વારા પર સર્કલને તાત્કાલિક રીનોવેશન કરવામાં આવે તેમજ પ્રતિમા આજુબાજુમાં ઉગી નિકળેલ ઝાડી ઝાકરા કાઢી અને જે અસામાજીક તત્વોને તોડી પાડેલ બેન્ચો પણ તાત્કાલિક મુકવામાં આવે અને પ્રતિમાની આજુબાજુમાં ટુટેલ રીનીવેશન કરવા માંગ કરી છે જો તંત્ર તાત્કાલિક સર્કલનુ રીનોવેશન લાઇટીગ તેમજ બેન્ચો નહિ મુકે તો જન આંદોલન કરવાની ચિમકી વઢવાણ વાસીઓએ ઉચ્ચારી હતી.

(11:45 am IST)