Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

જુનાગઢ તાલુકાના ગુન્હામાં દોઢ વર્ષથી ફરાર થયેલ આરોપીને આબાદ ઝડપી લીધો

જુનાગઢ, તા. ૧રઃ જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દર પવાર સિંહ તથા શ્રી રવિતેજા વાસમશેટ્ટી પોલીસ અધિક્ષકશ્રી જુનાગઢનાઓએ નાસતા ફરતા આરોપીઓ જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા પેટોલ ફર્લો સ્કોડને સુચના કરેલ હોય તેમજ જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી આર.કે. ગોહિલ ક્રાઇમ બ્રાંચ ઇ.ચા.પો. ઇન્સ. જુનાગઢનાઓના માર્ગદર્શન મુજબ પો. હેડ કોન્સ. પરીદપભાઇ ગોહેલ તથા પો.હેડ કોન્સ. રમેશભાઇ માલમ, પો.કોન્સ. સંજયભાઇ વઘેરા, પો.કોન્સ. સંજયભાઇ ખોડભાયાએ રીતેનાઓની ટીમ દ્વારા જુનાગઢ તાલુકા પો.સ્ટે. આઇપીસી  ૩૭૬, પોકસો એકટ મુજબના ગુન્હામાં સંડવાયેલ આરોપી ભાણા નથુભાઇ પરમાર (ઉ.વ.૬પ) રે. ડુંગરપુર શારદાનગર વાળાને ઉકત ગુન્હામાં જુનાગઢ સેસન્સ કોર્ટે ૭ વર્ષની સજા કરેલ. આરોપી રાજકોટ જીલ્લા જેમાં સજા ભોગવતો હોય મજકુર આરોપીએ ગત તા. ૩-૧-૧૯થી તા.૧૩-૧-૧૯ દિન ૧૦ની પેરોલ રજા મંજુર કરાવી રજા પર ગયેલ હતો. ત્યારબાદ  ફરાર થઇ ગયો હતો. પેરોલ ફર્લો સ્કોડની ટીમને હકીકત મળેલ જગ્યામાંથી મજકુર આરોપી મળી આવતા મજકુરનું નામ ઠામ પૂછતા પોતાનું નામ ભાણા નથુભાઇ પરમાર જણાવી આરોપી ગુન્હાની કબુલાત કરતો હોય અને ચિતલનું ખોટુ સરનામુ આપી જેલ રજા મંજૂર કરાવી ફરાર થઇ ગયાનું જણાવતા મજકુર આરોપી તત્કાલ હસ્તગત કરી જુનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપેલ છે.

આર્મ્સ એકટના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો

આર્મ્સ એકટના ગુઞામાં નાસ્તા ફરતા આરોપી કમલેશ ચંદારાણા રહે. જુનાગઢવાળાને ચોકકસ બાતમી પરથી મીરાનગર પાસેથી એસઓજીની પો. ઇન્સ. જે.એમ. વાળા તથા ટીમના સભ્યોએ પકડી પાડી તેની પાસેથી દેશી બનાવટની બંદુર તથા ૧ મેગ્જીન મળી આવતા હથીયાર ધારા કલમ રપ (૧-બી) એ ર૯ મુજબ ગુન્હો નોંધવા સી-ડીવીઝન પોલીસને સોંપી આપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એચ.આઇ. ભાટી તથા પો.સબ ઇન્સ. જે.એમ. વાળા તથા પો.હેડ કોન્સ. એમ.વી. કુવાડીયા, પી.એમ. ભારાઇ, સામતભાઇ બારીયા, પો.કોન્સ. મજીદખાન હુશેનખાન, અનિરૂદ્ધસિંહ ચાંપરાજભાઇ, મહેન્દ્રભાઇ દાનાભાઇ, ધર્મેશભાઇ વાઢેર, રવિભાઇ ખેર, ભરતસિંહ સિંધવ, શૈલેન્દ્રસિંહ સીસોદીયા, પરેશભાઇ ચાવડા, રવિરાજ વાળા, ડ્રાઇવર પો.કોન્સ. બાબુભાઇ નાથાભાઇ, જયેશભાઇ બકોત્રા વિગેરે જોડાયા હતાં.

(1:03 pm IST)