Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ઇન્ચાર્જ ડી.ઇ.ઓ. છતા ઝડપી વહીવટ !!

ગુજરાતના અન્ય જિલ્લાઓ ઉચ્ચત્તર પગાર ધોરણ માટે કેમ્પો ગોઠવે છે ત્યારે દ્વારકા જિલ્લામાં ૮૦% કામગીરી પૂર્ણ થઇ ગઇ !!

ખંભાળિયા તા. ૧૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ જિ.શિ.ની જગ્યા ખાલી હોય ઇન્ચાર્જ તરીકે શ્રી ભાવસિંહ વાઢેર હોવા છતા હાલ રાજયમાં અનેક જિલ્લાઓમાં ઉચ્ચત્તર આયોજન કરવામાં આવી રહ્યું છે તથા કયાંક તો હજી કેમ્પો પણ શરૂ નથી થયા (જામનગર જેવા) દ્વારકા જિલ્લામાં ૮૦% ઉપરાંત કામગીરી પુર્ણ કરીને રેકોર્ડ સર્જાયો છે.

જિ.શિ. ઇન્ચાર્જશ્રી ભાવસિંહ વાંઢેરના માર્ગદર્શન હેઠળ એજયુ ઇન્સ્પેકટર વિમલભાઇ કિરતખાતાની ટીમ દ્વારા ૧૦ કેસ થાય એટલે તુરંત ગાંધીનગર મોકવ્યાનું શરૂ રખાતા હાલ જિલ્લામાં  ૮૦% ઉપરાંત કાર્યવાહી પુર્ણ થઇ જવા પામી છે તથા જે વખત તેમના કેસો પણ ૧૦ કેસ થાય એટલે તુરત ગાંધીનગર પહોંચાડવા વ્યાવસ્થા કરવામાં આવી હતી. છે. જે પ્રશાંસાપાત્ર બન્યું છે.

(2:36 pm IST)