Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ભચાઉમાં જમીન વિવાદમાં પટેલ યુવાનની હત્યા

આરોપી શામજી રણછોડ ફટકે ગામના ચોકમાં જ હતભાગી યુવાન ધનજી રાવરીયાને છરી વડે વેંતરી નાખ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા. ૧૩: (ભુજ) પૂર્વ કચ્છના વાગડ પંથકમાં આજે વધુ એક હત્યાના બનાવે ચકચાર સર્જી છે. વહેલી સવારે ૭ વાગ્યાના અરસામાં ભચાઉના કબરાઉ ગામે ૪૯ વર્ષીય ધનજીભાઈ  રાવરીયા ની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. હત્યાના બનાવ અંગે ભચાઉ પોલીસ સ્ટેશનના તપાસનીશ પીએસઆઈના જણાવ્યા -માણે જમીન વિવાદમાં હત્યા થઈ છે. આરોપી શામજી રણછોડ ફટકે ગામના ચોકમાં જ હતભાગી યુવાન ધનજીને છરી વડે વેંતરી નાખ્યો હતો.

(3:42 pm IST)