Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ધોરાજી યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧૩: માર્કેટિંગ યાર્ડ દ્વારા ખરીદ વેચાણ સંઘ સમિતિના માધ્યમથી મગફળીની ખરીદીનો પ્રારંભ ૩૦ હજાર મગફળી ગુણની આવક થઈ છે.

યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ કોયાણી એ જણાવેલ કે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ખેડૂત ધીરૂભાઈ કોયાણીએ જણાવેલ કે ભારે વરસાદને કારણે ધોરાજી પંથક માં મગફળીનું ઉત્પાદન નબળી ગુણવતા વારૂ થયું છે. ટેકાના ભાવે મગફળી વેચતા પહેલા ખેડૂતો યાર્ડ ખાતે મગફળી વેચતા જોવા મળ્યા હતા યાર્ડ વેપારીઓએ જણાવ્યું કે મગફળીની સાથો સાથ કપાસની પણ પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી છે

અલગ અલગ પ્રકારના ગ્રેડથી ખરીદવામાં આવી રહી છે. દરેક ખેડૂતોની મગફળીનું વેચાણ થઈ જતાં ખેડૂતો માં ખુશી જોવા મળી હતી.

(11:19 am IST)