Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

જૂનાગઢના નામાંકિત ડોક્ટર પાસેથી 50 લાખની ખંડણી માંગનાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી ક્રાઇમબ્રાન્ચ

બાતમીદારો અને ટેક્નિકલ સોર્સની મદદથી વિસાવદરના રૂપાવટી ગામે તેના ઘરમાંથી હરેશ ઉર્ફે હરિ રાજગોરને દબોચી લીધો

જૂનાગઢ : જૂનાગઢના નામાંકિત ડો, દિવ્યાંગભાઇ ધીરજલાલ ભોરણિયા ( યુનિક હોસ્પિટલ )ને મારી નાખવાની ધમકી આપીને જો જીવતું રહેવું હોય તો 50 લાખ આપવા પડશે તેવી માંગણી કરતા આરોપીને ગણતરીની કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે અંગત બાતમીદારો અને ટેક્નિકલ સોર્સની મદદથી માહિતી મેળવી આરોપી હરેશ ઉર્ફે હરિ રાજગોર તેના વિસાવદર તાલુકાના રૂપાવટી ગામે મકાનમાં હોવાની બાતમીના આધારે તેને તેના જ ઘરમાંથી દબોચી લીધો હતો

(11:17 pm IST)