Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

મોરબીના બરવાળા ગામે રેપિડ ટેસ્ટમાં ૧૭૫ માથી ૩૫ ને કોરોના પોઝિટિવ

મોરબી : વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે લોકોને કોરોનાના લક્ષણ જણાતા હોય તેના ટેસ્ટ વહેલમાં વહેલી તકે કરવામાં આવે તે જરૂરી છે ત્યારે મોરબી તાલુકાના બરવાળા ગામે કોરોના ટેસ્ટ માટે કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિના મૂલ્યે ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા અને આ કેમ્પમાં બરવાળા અને આજુબાજુના ગામમાથી કુલ ૧૭૫ લોકોના રેપિડ ટેસ્ટ કીટ મારફતે ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાથી ૩૫ લોકોને કોરોના પોઝિટિવ આવેલ છે જેથી કરીને ગામમાં રહેતા કોરોનાગ્રસ્ત દર્દી માટે ગામમાં જ રસોડુ કાર્યરત કરી દેવામાં આવ્યું છે અને જે વ્યક્તિને કોરોના પોઝિટિવ આવેલ છે તેના પરિવાર માટે જમવાની વ્યવસ્થા તેમજ લીંબુ શરબત અને નાસતા સહિતની અન્ય વ્યવસ્થા કરી આપવામાં આવી છે આ કેમ્પનું આયોજન રાજન પટેલ, જયંતીભાઈ જે. પટેલ, બરવાળાના સરપંચ શ્રીમતી રમાબેન ભરતભાઈ તથા તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી ગીતાબેન કિશોરભાઈ સહિતના આગેવાનોની જહેમતથી કરવામાં આવ્યું હતું

(10:18 pm IST)