Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

મોરબી રઘુવંશી સમાજ દ્વારા મોટી જાહેરાત લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ

આઇસોલેટ થયેલ પેશન્ટ માટે ભોજનની વ્યવસ્થા રઘુવંશી સમાજ દ્વારા વિનામૂલ્યે કરી અપાશે

મોરબીમાં રઘુવંશી સમાજ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તેમજ દરેક સમાજ દ્વારા આવા સેન્ટરો ઊભા કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે સાથે સાથે જાહેરાત કરવામાં આવી છે કે જો કોઈ સમાજ દ્વારા આવા કોવિડ સેન્ટર બનાવવામાં આવે તો તેના સેન્ટરમાં આઇસોલેટ થયેલ પેશન્ટ માટેના ભોજનની વ્યવસ્થા રઘુવંશી સમાજ દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

(9:25 am IST)