Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ઉનામાં સ્વૈચ્છીક લોકડાઉનને લોકોનો જબરો પ્રતિસાદ : ગીરગઢડામાં આજથી દરરોજ બપોરે ૧૨ દિ' સુધી વેપારીઓ દુકાનો બંધ રાખશે

(નવીન જોષી-નિરવ ગઢીયા દ્વારા) ઉના,તા. ૧૪: અહીં ૬ દિવસના લોકડાઉનને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો સવારથી તમામ દુકાનો, પાન, ચા, ફરસાણ, શાકભાજી, ફુટ, હોટલો, લોજ સંપૂર્ણ બંધ રહ્યું જ્યારે દવાની દુકાન, દૂધની દુકાનો ખુલ્લી રહી હતી.

ગીરગઢડામાં આજથી ૧૨ દિ' વેપારીઓ દરરોજ બપોરે બંધ પાળશે.

ચેમ્બર ઓફ કોર્મસ અને નગરપાલીકાના સંયુકત ઉપક્રમે કોરોનાનાં સંક્રમણ વધતુ અટકાવવા માટે ૬ દિવસનું ઉના સ્વૈચ્છીક બંધનું એલાન આપતા આજે પ્રથમ દિવસે આખો દિવસ તમામ વેપારી ચા, પાન, ઠંડા પીણા પાર્લરો ફરસાણ, મીઠાઇની દુકાનો શાકભાજી, ફુટનાં વેપારીઓ, કરીયાણાની દુકાનો લોજ, રેસ્ટોટન્ટ, ખાણી પીણીની રેકડીઓ સંપૂર્ણ બંધ રહી હતી. અને માત્ર મેડીકલ સ્ટોર્સ, દવાખાના, લેબોરેટરી શરૂ રહી હતી.

ગામડામાંથી પણ લોકો ઇમરજન્સી હોય તેમજ લોકો આવતા હતા. ગીરગઢડામાં પણ ગ્રામ પંચાયત દ્વારા ગીરગઢડા ગામ આજે બુધવારથી તા. ૨૫ ૧૨ દિવસ સુધી સવારે ૬:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ રહેશે. ત્યારબાદ તમામ વેપારીઓ બંધ પાળશે.

(10:07 am IST)