Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

મોટી પાનેલીમાં કોરોના દર્દીઓ માટે કોરોનટાઇન સેન્ટરનો પ્રારંભ કરાવતા મામલતદાર ટીડીઓ

જી.પં. પ્રમુખશ્રી તરફથી પંદર બેડ સાથે ટેસ્ટિંગ કીટની ફાળવણી દર્દીઓને ચા નાસ્તો ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશેઃ ઓકિસજનની વ્યવસ્થા ઉભી થાય તેવી આગેવાનોની માંગ

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા.૧૪: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે ઘણા દર્દીઓ ને હોમ કોરોનટાઇન માટે ઘરે પૂરતી સગવડ કે વ્યવસ્થા ના થઇ શકિત હોય દર્દીઓ દ્વારા પરિવાર કે આજુબાજુ ના લોકોમાં સંક્રમણ થવાની ભીતિ હોય ગ્રામ પંચાયત સરપંચ શ્રી મનુભાઈ તેમજ બધાભાઇ તાલુકા પંચાયત ઉપ પ્રમુખશ્રી ભામાભાઈ સાથે ગામ આગેવાનો અશોકભાઈ જતીનભાઈ મહેન્દ્રભાઈ બાલુભાઈ વિનુભાઈ ચંદુભાઈ વિગેરે આગેવાનો દ્વારા મામલતદારશ્રી તેમજ ટીડીઓ સમક્ષ ગામમાં કોરોનટાઇન સેન્ટર ખોલવા રજૂઆત કરતા આગેવાનોની માંગણી મંજુર કરતા તાત્કાલિક ગ્રામપંચાયતના નવા બિલ્ડીંગમાઁ હાલ વિસ બેડનું કોરોનટાઇન સેન્ટર મામલતદાર શ્રી મહાવદિયા ટીડીઓશ્રી ડઢાણીયા સાથે આગેવાનો તેમજ પીએચસીના નિકુંજભાઈ એ હાજર રહી પ્રારંભ કરાવેલ કોરોનટાઇન સેન્ટરમાં દર્દીઓને તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે પીએચસી તરફથી તમામ દેખરેખ સાથે જરૂરી દવા ઇન્જેકસન પ્રાથમિક સારવાર આપવામાં આવશે દર્દીઓ નું સમય સમય ચેકઅપ કરશે સાથે પાનેલી દૂધમંડળી તરફથી દર્દીઓ ને સવારનો ચા નાસ્તો સાથે બંને ટાઈમ પૌષ્ટિક ભોજન તેમજ ફળ ફળાદી આદિ વ્યવસ્થા ઉભી કરાવવામાં આવશે દૂધ મંડળી તરફથી મળેલ સહકાર થી તમામ આગેવાનો સાથે અધિકારીઓ એ આભાર વ્યકત કરેલ. સાથેજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદરના ટ્રસ્ટ તરફથી પાનેલીને પંદર આઇસોલેશન બેડ તેમજ ટેસ્ટિંગ કીટ ફાળવવામાં આવતા પાનેલી ગ્રામજનો વતી તમામ આગેવાનોએ પ્રમુખશ્રીનો આભાર વ્યકત કરેલ.

(11:33 am IST)