Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

મોરબી જિલ્લામાં કોરોનાના નવા ૬૫ કેસો : ૧૩ મૃતદેહોના અંતિમ સંસ્કાર : ૧૯ સ્વથ્ય થયા

મોરબી તા. ૧૪ : જીલ્લામાં કોરોના કેસો વધી રહ્યા છે. જેમાં નવા ૬૫ કેસો નોંધાયા છે જયારે ૧૯ દર્દી સ્વસ્થ થયા છે. કોવીડ પ્રોટોકોલ મુજબ વધુ ૧૩ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૩૩ કેસોમાં ૧૨ ગ્રામ્ય અને ૨૧ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૯ કેસોમાં ૦૪ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, હળવદના ૧૨ કેસોમાં ૦૫ ગ્રામ્ય અને ૦૭ શહેરી વિસ્તારમાં, ટંકારાના ૦૬ અને માળિયાના ૦૫ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૬૫ કેસ નોંધાયા છે જયારે ૧૯ દર્દી સ્વસ્થ થયા છે.

સરકારી ચોપડે એકપણ મૃત્યુ દર્શાવ્યું નથી જયારે કોવીડ પ્રોટોકોલ મુજબ આજે ૧૩ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ફેરિયાઓને કોવીડ ગાઇડલાઇન્સનું પાલન કરાવવા માંગ

મોરબીમાં કોરોના મહામારીને પગલે સ્થિતિ બેકાબુ બની છે અને કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે ખુલ્લામાં બેસતા ફેરિયાઓને કોવીડ ૧૯ ની ગાઈડલાઈન્સનું પાલન કરવા જરૂરી તાકીદ કરવા પાલિકા પ્રમુખે કલેકટરને પત્ર લખ્યો છે.

મોરબી નગરપાલિકા પ્રમુખ કે કે પરમારે જીલ્લા કલેકટરને પત્ર લખી જણાવ્યું છે કે હાલ સમગ્ર રાજયમાં કોરોના કહેર જોવા મળે છે અને કેસો સતત વધી રહયા છે ત્યારે મોરબી શહેરમાં ખુલ્લામાં બેસતા અને લારી વાળા ફેરિયાઓને કોવીડ ૧૯ની ગાઈડ લાઈન્સનું પાલન કરવા, માસ્ક પહેરી વેપાર કરે, હાથમાં ગ્લોસ પહેરી રાખે અને ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખવા સહિતની આપના સ્તરેથી જરૂરી વિભાગોને સુચના આપી કડક પાલન થાય તે મુજબ કાર્યવાહી કરવા માંગ કરી છે.

બેડ હેલ્પલાઇન શરૂ

મોરબીમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે કોવીડ કેર સેન્ટરમાં બેડ છે કે નહિ તેની માહિતી મળી રહે તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન શરુ કરવામાં આવશે.

જીલ્લાના નાગરિકોને કોવીડ ૧૯ પોઝીટીવ દર્દીઓને ડેઝીગનેટેડ હોસ્પિટલ અને કોવીડ કેર સેન્ટરમાં બેડ ઉપલબ્ધ છે કે નહિ તેની માહિતી ફોન દ્વારા મળી રહે તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર કચેરી ખાતે હેલ્પલાઈન શરુ કરવામાં આવશે કલેકટર કચેરીના કંટ્રોલ રૂમ ખાતે ૨૪ હૃ ૭ કાર્યરત રહેશે. નાગરિકોને મોબાઈલ નંબર ૭૮૫૯૯ ૬૯૨૭૬- ૭૮૫૯૯ ૫૯૧૬૭ પર માહિતી મળી રહેશે.

(12:41 pm IST)