Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ધોરાજી શ્રી પંચ દશનામ આહવાન અખાડાના શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજએ હરિદ્વાર મહાકુંભ મેળામાં ત્રીજું શાહી સ્નાન વિશાળ શોભાયાત્રા સાથે કર્યું

શ્રી દિગંબર લાલુ ગિરિજી મહારાજે ત્રીજા શાહી સ્નાનમાં ભારત તેમજ વિશ્વ કોરોના મહામારીમાંથી મુક્તિ મળે તે બાબતે પ્રાર્થના કરી: ગુજરાતમાંથી મોટી સંખ્યામાં અનુયાયી વર્ગ શાહી સ્નાનમાં જોડાયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના જન્માષ્ટમી મેલા ગ્રાઉન્ડ ખાતે આવેલ પ્રાચીન શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ શ્રી પંચ દશનામ આહવાન અખાડા તેમજ ધોરાજીથી ૧૩ કિલોમીટર દૂર આવેલ જૂનાગઢ જિલ્લાના માખીયાળા ગામ પાસે આવેલ શ્રી નવદુર્ગા આશ્રમ ના શ્રી મહંત શ્રી દિગંબર લાલુ ગીરીજી મહારાજ ગુરુ શ્રી શિવ સાગરજી મહારાજ  હરિદ્વાર મહા કુંભ મેળા ખાતે કનખલ ગંગા ઘાટ ખાતે ગુજરાતનો ઉતારો રાખ્યો છે આ સમયે આજરોજ મહા કુંભ મેળાના ત્રીજા શાહી સ્નાનમા આજરોજ વહેલી સવારથી ધોરાજીના શ્રી દિગંબર લાલુગિરીજી મહારાજના અધ્યક્ષ સ્થાને વિશાળ નાગા બાવાની રવેડી શોભાયાત્રા હર હર ગંગે હર હર મહાદેવના નાદ સાથે નીકળી હતી અને હરિદ્વારના ગંગાજીના મુખ્ય ઘાટ ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતોએ શાહી સ્નાનનો દિવ્ય લાભ લીધો હતો
આ પ્રસંગે શ્રી દિગંબર લાલુગિરીજી મહારાજ એ જણાવેલ કે હરિદ્વાર ખાતે આજે ત્રીજું શાહી સ્નાન મા ગંગાજી ના સાનિધ્યમાં ભગવાન શંકર ના સાનિધ્યમાં સમગ્ર દેશને વિશ્વના સાધુ-સંતો અખાડા ના સભાપતિ જગદ્ગુરુ શંકરાચાર્યજી મહારાજે ની હાજરી માં યોજાઈ રહ્યું છે ત્યારે હાલમાં દેશ ઉપર આવેલ સંકટ કોરોના મહામારી માંથી ભારત અને વિશ્વ મુક્ત થાય તેવી ત્રીજા શાહી સ્નાન માં પ્રાર્થના કરી હતી
  આ સમયે ધોરાજી જૂનાગઢ રાજકોટ અમદાવાદ સમગ્ર ગુજરાત ભરમાંથી અનુયાયી વર્ગ હરિદ્વાર મહાકુંભ મેળામાં શ્રી પંચ દશનામ આહવાન અખાડાના શ્રી મહંત શ્રી દિગંબર લાલુ ગીરીજી મહારાજના સાનિધ્યમાં દિવ્ય દર્શનનો લાભ તેમજ શાહી સ્નાનનો લાભ લીધો હતો

(7:30 pm IST)