Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોટડાસાંગાણીના પીપલાણાના કારખાનેથી અપહરણ કરી કિશોરી પર દુષ્કર્મ

(કલ્પેશ જાદવ દ્વારા)કોટડાસાંગાણી, તા.૧૪:  પીપલાણા નજીક આવેલ કારખાનામા કામ કરતી ૧૪ વર્ષીય કિશોરીનુ અપહરણ કરી બળાત્કાર ગુજાર્યાની કોટડાસાંગાણી ફરીયાદ દાખલ થતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મુળ ચોટીલા પંથકના પરીવારની કિશોરીનુ કોટડાસાંગાણીના વાદિપરા ગામના વિશાલ દેવાયતભાઈ ભોજાણીના નામના ૧૯ વર્ષીય આરોપી અને ભોગ બનનાર છેલ્લા બે માસથી પીપલાણા નજીકના કારખાનામા સાથે કામ કરતા હોઈ બાદ આરોપી વિશાલે લગ્નની લાલચ આપી ગત તારીખ દસના રોજબાઈક પર અપહરણ કરી જઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ હતુ.બનાવ અંગે પોલીસમા ૩૬૩,૩૬૬,૩૭૬(૨) તેમજ પોસ્કોની કલમ ૬મુજબ ગુનો દાખલ થતા પોલીસે કિશોરીનુ મેડિકલ ચેકઅપ કરાવવા સહીતની કાર્યવાહી હાથ ધરી આ મામલે પોલીસે કિશોરીને આરોપી દ્વારા કયા લઈ જવામા આવી હતી. અને વિશાલને અપહરણ અને દુષ્કર્મ કરવામાં કોઈએ મદદગારી કરી હતી કે કેમ, સાથેજ યુવતીને કયા રાખવામાં આવી હતી તે સહીત અંગે સીપીઆઈ એચ જી પલ્લાચાર્ય અને રાઈટર એ વી ધંધુકિયા, કે આર મકવાણાએ તપાસ હાથ ધરી છે.હાલ બનાવને લઈને તાલુકાભરમા ચર્ચાનો વીષય બનવા પામ્યો છે.

આ અંગે પોલીસની પુછપરછમાં આરોપી સગીરાને પ્રેમ કરતો હોઈ તેથી તેની સાથે લગ્ન કરવાના હોવાથી તે સગીરાને ભગાડી ગયો હોવાની કબુલાત આપી હતી. જયારે પોલીસને ભોગ બનનાર કિશોરીએ વિશાલે તેમને લલચાવી ફોસલાવીને બળ જબરીથી દુષ્કર્મ ગુજાર્યુ હોવાની કેફિયત આપી હતી.હાલતો બનાવ અંગે પોલીસે જીણવટપુર્વક તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)