Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ઉપલેટા ધોરાજી તાલુકામાં કોરોના અને પાક ધોવાણ પ્રશ્ને ધારાસભ્યની રજૂઆત

ઉપલેટા તા.૧૪ : સૌરાષ્ટ્રમાં કોરોના મહામારીએ માજા મૂકી છે ધોરાજી ઉપલેટા તાલુકામાં વધુને વધુ કેશો આવી રહ્યા છે જે ચિંતાનો વિષય છે તેમજ તાજેતરમાં સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિએ મોટી ખાનાખરાબી સર્જી છે તેમા ધોરાજી ઉપલેટા બંને તાલુકામાંથી પસાર થતી સૌરાષ્ટ્રની મોટી નદીઓ ભાદર મોજ વેણુ ઉપરાંત બંને તાલુકાઓની નાની મોટી નદીઓ જેવી કે  શકુરા, ઉતાવળી, રૂપાવટી સહિતની નદી કાંઠાના ખેતરોના ઉભાપાકનું મોટાપાયે ધોવાણ કરતા ખેડૂતો પાયમાલ થઇ ગયા છે.

ઉપરોકત બાબતે લડાયક યુવા ધારાસભ્ય અને ખેડૂતોના સાચા હામી લલીતભાઇ વસોયાએ અગાઉ રજૂઆત ઉપવાસ આંદોલન કરી ઘરપકડો પણ વ્હોરી છે. એક પ્રતિનિધિ મંડળને સાથે રાખી પદાધિકારીઓ અને જવાબદાર અધિકારીઓને ગાંધીનગર રૂબરૂ રજૂઆત કરી છે અને પાક ધોવાણ થયેલ ખેડૂતોને તાત્કાલીક વળતર અને કોરોના દર્દીઓને રાજકોટ લાંબુ થવુ ન પડે અને ઉપરોકત બંને તાલુકાના દર્દીઓને સ્થાનિક લેવલે જ સારવાર મળી રહે તે માટે વહેલીતકે કોવીડ સેન્ટર ખોલવાની નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ખાત્રી આપેલ હોવાનુ જણાવેલ હતુ.

(11:51 am IST)