Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મોટી પાનેલીમાં ૪ ઇંચ વરસાદથી વીજ પોલ જમીન દોસ્ત : દુકાનની છત ધરાશાયી

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા.૧૪: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી અને વિસ્તારના ગામોમાં મેઘરાજાસદી ફટકારવાના મૂડમાં હોય એમ અવિરત મેદ્યસવારી વરસી રહી છે પાંચ દિવસના વિરામ બાદ શનિવારે એક ઇંચ બાદ રવિવારે વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે સાંબેલાધારે વરસાદ પડતાઙ્ગ ચાર ઇંચ પડ્યો હતો બજારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા ગામના મેઇનચોક લીમડા ચોકમાં જીઈબી નો લોખન્ડનો પોલ નીચેથી સાવ ઝૂંકી જતા લોકો ભયભીત બન્યા હતા તાત્કાલિક હેલ્પર ચાવડાભાઈ ને જાણ કરતા હેલ્પરે વરસતા વરસાદે યુદ્ઘના ધોરણે કામગીરી કરી કોઈ જાનહાની થાય એ પહેલા પડું પડું થતા વીજપોલ ને જમીનદોસ્ત કરી પ્રસંસનીય કામગીરી કરેલ છે ગામમાં હજુપણ આવા જીવતાંબોમ્બ સમાન ઘણા જુના વખતના લોખન્ડના વીજપોલ ઉભા છે જે ગમેત્યારે મોટી દુર્ઘટના નોતરશે તેવો ગામલોકોને ભય સતાવી રહ્યો છે.ઙ્ગ મોહન નગર વિસ્તારમાં વીજળી પડતા પીજીવીસીએલ નું ટીસી બળી ગયેલ છેઙ્ગ અત્યાર સુધીમાં પીજીવીસીએલ ના,ઙ્ગ વાળી વિસ્તારના પચાસ અને ગામમાં પાંચ જેટલાં ટીસી બળી ગયા છે.વરસતા વરસાદે હેલ્પર ચાવડા અને સાથેના યોગેસબાવાજી ગિલી વિગેરે એ તાત્કાલિક પડું પડું થતા વીજપોલને પાડીને ગંભીર અકસ્માત અટકાવ્યો તે બદલ ગ્રામજનોએ પણ કામગીરીને બિરદાવી હતી.

વિસ્તારમાં નેવું થી પંચાણું ઇંચ જેટલો વરસાદ પડી જતા ખેડૂતોની જમીનો ધોવાઈ ગઈ ખેતરે જવાનાં રસ્તા પણ સાવ ધોવાઈ ગયાછે ને હજુપણ ગોઠણડૂબ પાણી જતું હોય ખેડૂતો મહામુશ્કેલીએ ખેતરે જઈ શકે છે ખેડૂતોના પાક કપાસ એરંડા તલ કઠોળ સાવ નિષ્ફ્ળ ગયા છે ને મગફળીમાં પણ ફૂગ બેસી ગઈ છે ખેડૂતો માટે વરસાદ વેરી બની રહ્યો એવુ લાગે છે સતત વરસાદને પગલે લોકોના દ્યરની છતો માંથી પણ પાણી ટપકી રહ્યા છે ત્યારે અનેક કાચા મકાનો ની દીવાલ કે છત પડ્યાના પણ અહેવાલ છેઙ્ગ વરસતા વરસાદમાં જ ગામના મેઈન ચોક લીમડાચોક માં આવેલી શાકભાજીની દુકાનની છત ધડામ કરતા પડી હતી જેને લઈને અફડા તફડી મચી હતી ધડાકાને લઈને લોકો ભેગા થઇ ગયા હતા સદભાગ્યે દુકાનમાં કોઈ ના હોવાના લીધે કોઈ જાનહાની થવા પામેલ નથી.દુકાન નો પાછળનો વીસેકફુટ જેટલો હિસો પડી જતા મોટી નુકશાની નો અંદાજ છે.આ જોતા વિસ્તારમાં વરસાદે ભારે તબાહી મચાવી છે.

(11:57 am IST)