Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

જૂનાગઢમાં ઘોડે સવારી શીખતા યુવાનો માટે 15મીથી થશે ઘોડે સવારીની તાલીમનો પ્રારંભ

રાજ્યના ગૃહવિભાગ દ્વારા અશ્વ ઉછેર કેન્દ્રમાં તાલીમ શાળા શરૂ કરવાની મંજૂરી

જૂનાગઢ: શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઘોડે સવારીની વિશેષ તાલીમ શાળાની શરૂઆત થવા જઇ રહી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જૂનાગઢમાં આવેલા અશ્વ ઉછેર કેન્દ્રમાં આ તાલીમ શાળા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને પોલીસ જવાનો દ્વારા ઘોડે સવારી તાલીમમાં રોકવામાં આવેલા તમામ અશ્વોને તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. અહીં 18 જેટલા અશ્વોને તાલીમ માટે અનામત રાખવામાં આવ્યા છે. જેની ફી નિર્ધારણ પણ કરી દેવામાં આવ્યું છે. સામાન્ય લોકો, વિદ્યાર્થી અને કર્મચારી એમ બે જૂથમાં ફીનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. તે મુજબ જૂનાગઢમાં લોકો ઘોડે સવારીની તાલીમ લેતા જોવા મળશે.

(12:46 pm IST)