Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સુરેન્દ્રનગર કુંભારપરા ભોગાવા રિવરફ્રન્ટ પાસેથી ગંદકીના ગંજથી રહીશો ત્રાહિમામ

ગંદકીની દુર્ગંધને લઇને વાહન ચાલકો નિકળવાનું પણ ટાળી રહ્યા છે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૪ : સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોક થી આગળ જતા કુંભાર પરા વિસ્તાર નો છેવાડો નદી પાસે બનેલા રિવરફ્રન્ટ ઉપર આ ચાર માર્ગીય રસ્તો રસ્તો છે ત્યારે છેલ્લા ચાર માસથી આ વિસ્તારમાં ભોગાવો નદીમાં જતી ગટરોના ગંદા પાણીની પાઈપ લાઈન તુટી જવાના કારણે આ રીતે છેલ્લા ચાર માસથી જાહેર માર્ગ ઉપર ગંદકીના પાણી ફેલાઈ રહ્યા છે અને રોગચાળાને આમંત્રણ આપી રહ્યા છે.

આ રોડને અડીને જ આવેલા આંબેડકર નગર તેમજ કુંભાર પરા વિસ્તાર ભરવાડ વિસ્તાર સહિતના વિસ્તારોમાં વસવાટ પણ રહેલો છે ત્યારે આ માર્ગ ઉપર સવાર-સાંજ હજારો વાહનચાલકો પણ પસાર થાય છે આ ગંદકી માંથી ત્યારે આ માર્ગમાં થી જોરાવર નગર જવાનો માર્ગ પણ છે અને બાજુમાં રિવરફ્રન્ટ પણ આવેલો છે જયાં રાત્રિના લોકો હરવા-ફરવા આવે છે ત્યારે આ ગંદકીને જોયા અને છેલ્લા ચાર માસથી કોઈ આ રસ્તા ઉપરથી પસાર થવાનુંં પસંદ કરતા નથી હાલમાં તો એટલી બધી દુર્ગંધ ફેલાય છે કે જેની વાત જવા દો ત્યારે આજુબાજુના વિસ્તારના રહેવાસીઓ ભારે તાહિ મામા ઉઠયા છેે.

 નગરપાલિકા તાત્કાલિક અસરે ટુટી ગયેલી લાઇન રીપેરીંગ કરી અને તાત્કાલિક અસરે ગંદકી અટકાવે તેવી હાલમાં આ વિસ્તારના રહેવાસીઓ ની માંગ ઉઠવા પામી છે આ વિસ્તારમાં ગટર તુટી જવાના કારણે જાહેર માર્ગ ઉપર મળવા દો અને જિંદગીના પાણી જાય છે જે રિવરફ્રન્ટ સુધી પહોંચે છે આમ છતાં પણ આ ટેકસ વસૂલ કરતી નગરપાલિકા જરા પણ દરકાર કરતી નથી જેથી રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છેે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલીક આ વિસ્તારની મુલાકાત લીધી અને તાત્કાલિક અસરે દ્યટતું કરવા માટેની આ વિસ્તારના ૫૦૦થી વધુ રહેવાસીઓની માંગ ઉઠવા પામી છે.

(11:25 am IST)