Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

જસદણ-અમરેલીના વેપારીઓ સાથેની ઠગાઇના ગુનામાં આરોપીના જામીનમંજુર

રાજકોટ, તા. ૧૪ :  જસદણ તથા અમરેલીના વેપારીઓ સાથે થયેલ આશરે ર૦ લાખ જેટલી જંગી રકમની છેતરપીંડીના ગુન્હામાં આરોપીઓનો જામીન ઉપર છુટકારો હાઇકોર્ટ ફરમાવેલ છે.

આ બનાવની હકીકત એવી છે કે જસદણ પો. સ્ટે. મા એફ.આઇ.આર.માં આરોપીઓ ઘનશ્યામ પટેલ તથા પ્રદીપ સોનીએ જસદણ મુકામે વિશાલ ટ્રેડીંગ નામની પેઢી ખોલીને જસદણ તથા અમરેલીના જુદા જુદા આશરે ૮ વેપારીઓ પાસેથી ઇલેકટ્રીક ઇલેકટ્રોનિક ચીજવસ્તુઓ, સિમેન્ટ-લોખંડ, રેડીમેઇડની ચીજ વસ્તુઓ, સિમેન્ટના પતરા, હેવલ્સ કંપનીના પંખા, પાણીની મોટર, મોટરનું સ્ટાટર, પાણીનું ફિલ્ટર, ગીઝર સ્માર્ટ ટીવી વિગેરે ખરીદ કરેલ અને આ ખરીદ કરેલ વસ્તુઓ સામે તમામ વેપારીઓને ચેક આપેલ જે તમામ ચેક રીટર્ન થતા વેપારીઓ એ ઘનશ્યામ પટેલ તથા પ્રદીપ સોનીનો ફોન ઉપર સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેઓના ફોન સ્વીચ ઓફ આવતા તે તમામ વેપારીએ વિશાલ ટ્રેડીંગ ઉપર જઇને તપાસ કરતા વિશાલ ટ્રેડીંગ બંધ થઇ ગયેલ હોવાનું જાણવા મળેલ. જેથી છેતરપીંડી થયાનું જાણવા મળેલ.

આ કામે આરોપીઓ પૈકી આરોપી મયુરસિંહ ઉર્ફે મયુર ચંદ્રસિંહ જાડેજા મુખ્ય આરોપી સુરેશ ઇટાળીયા ઉર્ફે ઘનશ્યામ પટેલ સાથે ઘણા સમયથી સંપર્કમાં હોય અને તેના દ્વારા રજુ કરશનભાઇ ગુજરાતી સાથે સંપર્ક થયેલો હોય, મયુરસિંહ જાડેજાએ તેઓને સરધાર મુકામે રહેવાની વ્યવસ્થા કરી આપેલ હોય, મયુરસિંહ શરૂઆતથી જ રાજુ ગુજરાતી ઉર્ફે અશોક  પટેલ તથા સુરેશ ઇટાળીયા ઉર્ફે ઘનશ્યામ પટેલ તથા નિલેશ થડેશ્વર સાથે સંકળાયેલા હોય મયુરસિંહે પોતાનું નામ રવિ ધારણ કરી વેપારીઓને છેતરેલ જેથી ફરીયાદ થયેલ હતી.

ઉપરોકત તમામ આરોપીઓ પૈકી આરોપી યોગેશ હસમુખલાલ ધોરણડા તથા મહેશ ઉર્ફે મેતો ઉર્ફે મહાજન બાબુલાલ થડેશ્વર વતી એડવોકેટ નીલેશ સી. ગણાત્રાએ એડી. ડીસ્ટ્રીકટ જજ રાજકોટ સમક્ષ દલીલ કરી સર્વોચ્ચ અદાલતો તથા જુદી જુદી ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ પર આધાર રાખેલ, જે ધ્યાને લઇને જામીન અરજી ગ્રાહ્મ રાખવામાં આવેલ તદુપરાંત આરોપી મયુરસિંહ ઉર્ફે મયુર ચંદ્રસિંહ જાડેજા તથા મહમદ હમજા રીયાઝભાઇ ખોખર વિરૂધ્ધ અમરેલી મુકામે પણ ગુન્હો નોંધાયેલ ત્યા પણ એડવોકટની દલીલ તથા સર્વોચ્ચ અદાલત તથા જુદી જુદી ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ પરના આધારને ધ્યાને લઇને અમરેલીના જજ શ્રી દ્વારા તેઓની જામીન અરજી મંજુર કરવામાં આવેલ.

તદુપરાંત આરોપી મયુરચંદ્રસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી ગુજારેલ ત્યાં પણ એડવોકેટ નીલેશ સી. ગણાત્રા તથા અમદાવાદના એડવોકેટ ચુકાદાઓ ઉપર રાખવામાં આવેલ આધારને ધ્યાને લઇ તેઓની જામીન અરજી મંજુર કરવામાં આવેલ હતી.

ઉપરાંત ચારેય આરોપીની જુદી જુદી જામીન અરજીમાં એડવોકેટ નીલેશ સી. ગણાત્રા તથા એડવોકેટ સંદીપ આર. લીંબાણી સાથે બ્રીફિંગ એડવોકેટ તરીકે એડવોકેટ આનંદ બી. જોશી, આદીલ એ માથાકીય તથા અમિત એમ. મેવાડા રોકાયેલા.

(11:31 am IST)