Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

શિવરાજપુર બિચ પર વાહનોની અવર -જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ

ખંભાળિયા,તા.૧૫: દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચ એકદમ શાંત રળીયામણો અને પ્રાકૃતિક સમન્વયનું સુંદર નજરાણું છે. શિવરાજપુર બીચ એ દ્વારકાથી નજીક હોવાથી દ્વારકાધીશના દર્શને આવતા સહેલાણીઓ પણ મોટા પ્રમાણમાં અહીં આવે છે. જેથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્ત્।ાની રૂએ શિવરાજપુર બિચ પર ૫ કિલોમિટરની ત્રિજયામાં પ્લાસ્ટીકના ઉપયોગ/વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા તેમજ કેમપેઇન કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. આ જાહેરનામું તા.૦૯-૦૩-૨૦૨૧ સુધી અમલમાં રહેશે. જાહેનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

(10:02 am IST)