Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

વાંકાનેર શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે 'ગૌમાતા'ની વેશભુષા સાથે ફાળો એકત્ર

વાંકાનેર : વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ એતાસિક વર્ષો પુરાણી પૂજય શ્રી મુનીબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર, પૂજય સદગુરૃદેવ શ્રી રામકિશોરદાસજી મહારાજશ્રીની તપોભૂમિમાં જયાં શ્રી ફળેશ્વર મહાદેવદાદાનું પૂજય સંત શ્રી જલારામબાપાનું મંદિર શ્રી રામકિશોરદાસજીબાપુનું મંદિર, અલખનો ધૂની, ગૌશાળા, વગેરે આવેલું છે. જયાં દર મહિનાની ચાર તારીખે સહુ સાધક ભાવિક ભકતજનો સામુહિકમાં ધૂન, સંકીર્તન, ભજન ભાવપૂર્વક કાયમ કરે છે. આ જગ્યામાં પૂજય સદગુરૃદેવશ્રી રામકિશોરદાસજીબાપુ એ ખુબ જ ભજન તપસ્યા કરેલ હતી. પૂજય બાપુનો જીવન મંત્ર હતો, 'ભજન કરો અને ભોજન કરાવો' જે હેતુ અનુસાર ગુરૃદેવશ્રીની આજ્ઞા મકરસંક્રાતિના શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર દ્વારા વાંકાનેર શહેર તેમજ મોરબીમાં ગાયો માટે પંડાલ નાખેલ સહુ ગૌ ભકતજનોએ ગાયો માટે ખુબ જ સારો સહકાર આપેલ, તેમજ વિશેષમાં શ્રી ફળેશ્વર મંદિરના એક ગૌ પ્રેમી ભકતજન શ્રી પરિમલ સોની એ ગાય માતાનો વેષ પહેરીને ગાય માતા માટે ફાળો એકત્ર કર્યો હતો. શ્રી ફળેશ્વર મંદિર ખાતે શ્રી રામજી મંદિર, સંત શિરોમણી શ્રી જલારામબાપાનું મંદિર પુષ્પોથી શણગાર કરવામાં આવેલ તેમજ આરતી શ્રી ફળેશ્વર મંદિરના અનન્ય ભકતજન પરિમલભાઈ સોનીએ ઉતારેલ હતી. આરતી બાદ શ્રી હનુમાન ચાલીસા, ધૂન સંકીર્તન પ્રાર્થના હોલમાં શ્રી પટેલબાપુને શ્રધ્ધાંજલિ અર્પિત કરવા કરેલ જેમાં વાંકાનેરના પ્રસિધ્ધ ભજન આરાધક દેવજીભાઈ કુણપરા તેમજ શ્રી ફળેશ્વર મંદિરના ભકતજનો એ રંગત જમાવી હતી. સહુ હરી ભકતજનોએ આરતીના દર્શનનો લાભ લઈ ધૂન સંકીર્તન લાભ લીધેલ હતો. શ્રી ફળેશ્વર મહાદેવ સેવા સમિતિના દરેક સભ્યોએ ગૌ સેવા માટે સેવા બજાવી હતી. તેમ શ્રી ફળેશ્વર મંદિરના વિશાલભાઈ પટેલ તેમજ મંદિરના ભકતજન હિતેષભાઇ રાચ્છની યાદીમાં જણાવાયું છે.

(10:23 am IST)