Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કેશોદના કરેણી ગામે ધોળા દિવસે ખેડૂતના બંધ મકાનમાંથી રૂા. ૧.૨૮ લાખની મત્તાની ચોરી

જૂનાગઢમાં ગોડાઉનમાંથી રૂા. ૯૮ હજારના મુદ્દામાલનો હાથફેરો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૫ :. કેશોદ તાલુકાના કરેણી ગામે વાડીએ રહેતા ભનુભાઈ મોહનભાઈ દેવધરીયાનું મકાન બપોરના ૧૨.૩૦થી ૩.૩૦ સુધી બંધ હતું.

ત્‍યારે ઘરના દરવાજાના તાળા તોડી તસ્‍કરો કબાટનો દરવાજો વાળી તેમાંથી સોનાના બે ચેઈન, મંગળસૂત્ર તથા રૂા. ૪૦૦૦ની રોકડ સહિત કુલ રૂા. ૧,૨૮,૫૦૦ની કિંમતની માલમત્તા ચોરીને નાસી ગયા હતા.

આ અંગે ફરીયાદ નોંધી કેશોદના પી.એસ.આઈ. એમ.સી. ચુડાસમાએ આગળની તપાસ હાથ ધરી છે.

ગોડાઉનમાંથી હાથફેરો

જૂનાગઢમાં ગિરીરાજ રોડ વિસ્‍તારમાં આવેલ મુકેશભાઈ વાલજીભાઈ માથુકીયા ગોડાઉનની બારી તોડી એરકુલરની મોટર તથા સર્કિટ વગેરે મળી કુલ રૂા. ૯૮૦૫૨ના ઈલેક્‍ટ્રીક સામાનની ચોરી થયાની ફરીયાદ થતા બી-ડિવીઝનના પી.એસ.આઈ. એ.કે. પરમારે તપાસ હાથ ધરી છે.

ખેતરમાં ખાતર

વિસાવદરના જેતલવડના ભાવેશ નાનજીભાઈ ભાલાળાના ખેતરમાંથી તસ્‍કરો ઝટકા મશીન, બેટરી અને સોલાર પ્‍લેટ વિગેરે રૂા. ૧૨ હજારનો મુદામાલ તસ્‍કરો ચોરી ગયા હોવાની પોલીસમા ફરીયાદ થઈ છે.

(10:28 am IST)