Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ગોંડલમાં ઝૂપડપટ્ટીના બાળકોને પતંગ-ફીરકી-ચીકીનું વિતરણ

 ગોંડલ : મકર સંક્રાંતિ ઉતરાયણના પાવન પર્વ પર અન્નદાન અને આનંદ દાનનું અનેરૃં મહત્વ છે. કોઇ માસૂમ અને ગરીબના ચહેરા પરની મુસ્કાનનું કારણ તમે બનો એ ઇશ્વરની સાચી પુજા છે. મારા મિત્ર મુકેશભાઇ સટોડીય યુએસએ ના માતુશ્રી સ્વ. મંજૂલાબેન ભાણજીભાઇ સટોડીયાની સ્મૃતિમાં અને રાજકોટ નિવાસી જયોતિનભાઇ વ્યાસના સ્વ. દિપકભાઇ વ્યાસની સ્મૃતિમાં ગોંડલની વિવિધ ઝૂંપડપટ્ટીના નાના બાળકોને પતંગના પર્વની ખુશીઓ માણવાના શુભ હેતુ થી ૧૦૦ જેટલા બાળકોને પતંગો, ફીરકી, મમરાના લાડુ-શીંગ-તલની ચીકકીની ભેટ મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ પ્રકૃતિપ્રેમી હિતેશભાઇ દવે, જતન દવેએ રૂબરૂ જઇને આપવામાં આવી. આ શુભ કાર્યમાં ગોંડલના ભરતભાઇ તલસાનિયા તરફથી શુભેચ્છા ભેટનો ઉમેરો કરવામાં આવેલ. ઉતરાયણની પૂર્વ સંધ્યાએ બાળકોને મનગમતી વસ્તુઓની ભેટ પુરતા પ્રમાણમાં મળતા તેમના ચહેરા ખુશી અને આનંદથી ખીલી ઉઠયા હતાં. જેનો તમામ શ્રેય અને પુણ્ય દાતાઓને જાય છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:23 pm IST)