Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

પોરબંદરમાં પૂ. રમેશભાઇ ઓઝાએ પતંગોત્‍સવની ઉજવણી કરી

 જુનાગઢ :.. પોરબંદર સાન્‍દીપનિ વિદ્યા નિકેતન શ્રી હરિમંદિર ખાતે પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ મકર સંક્રાંત નિમિતે પતંગોત્‍સવ ઉજવ્‍યો હતો. પૂ. ભાઇશ્રીએ શ્રી હરિસંગ પતંગોત્‍સવ ઉજવતા જણાવ્‍યું હતું કે ભગવાન સૂર્યનું એકનામ પતંગ પણ છે. પતંગોત્‍સવ મનાવવાનું એક તાત્‍પર્ય એ છે કે આપણે થોડો સમય સૂર્યની છત્રછાયામાં રહીએ પૂ. ભાઇશ્રીએ સવારે શ્રી હરિને પતંગ અર્પણ કરી ગૌ પૂજન કરી પતંગોત્‍સવ મનાવ્‍યો હતો. જે તસ્‍વીરોમાં નજરે પડે છે.  (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:31 pm IST)