Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

જેતપુરમાં મકર સંક્રાંતીના દિવસે પી.જી.વી.સી.એલ.-પોલીસની ખડેપગે કામગીરીઃ જાહેરનામા છતા ચાઇનીઝ દોરાઓ વેંચાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧પ : શહેરમાં મકર સંક્રાંતીની લોકોએ આનંદથી ઉજવણી કરી કોરોનાને ભુલી જઇ પહેલો તહેવાર બીનદાસ્‍ત પણે ઉજવ્‍યો સવારથી જ પતંગ રસીયાઓ ધાબા ઉપર ચડી ગયા હતા એ કાપ્‍યો છેની રાડારાડથી અગાસીઓ ગુંજી ઉઠી હતી. તેના રંગમાંભંગ ન પડે અગાસી ઉપર સ્‍પીકર વગાડવામાં બાધારૂપ લાઇટ ગુલ ન થાય માટે પી.જી.વી.સી.એલની પાંચ ટીમો કે.ડી.ગુજરાતી (જુની એન્‍જીનીયર) કે.જે.પાઘડાર (ડો. એન્‍જીનીયર)એ બનાવી ૧પ કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા દિવસ દરમ્‍યાન રપ ફોલ્‍ટો નોંધાયેલ જેનો તાત્‍કાલીક નીકાલ કરી પાવર સપ્‍લાય તુરંત ચાલુ કરી દીધેલ.

શહેર પોલીસે પણ દિવસ દરમ્‍યાન જાહેરનામાનો ભંગ ન થાય અને લોકો આનંદથી પતંગ ચગાવી શકે તે માટે પેટ્રોલીંગ ચાલુ રાખેલ જેમાં શહેરના જુદા-જુદા વિસ્‍તારોમાંથી ૧ર જેટલા શખ્‍સો ડમ-ડમ હાલતમાં ઝડપાયેલ તાલુકા પોલીસે પણ પીધેલ હાલતમાં પકડાયેલ શખ્‍સો વિરૂદ્ધ કાર્યવાહી કરેલ.

અત્રે ઉલ્લેખનીય છેકે ચાઇનીઝ દોરા વ્‍હેચવા ઉપર પ્રતીબંધ હોય પોલીસે બે વેપારીઓ પાસેથી દોરાનો જથ્‍થો જપ્ત પણ કરેલ હતા. પક્ષીઓ કે માણસોની જીવની પરવા કર્યા વિના ચાઇનીઝ દોરાથી પતંગો ઉડાળી હતી તો આ ચાઇનીઝ દોરાઓ આવ્‍યા કયાંથી મોટા ભાગના પતંગોના સ્‍ટોલો જાહેરમાં હતીછતા કેમ વ્‍હેચાયા જીવદયા પ્રેમીઓમાં એવી ચર્ચા ઉઠી છ.ે

(1:32 pm IST)