Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

સોરઠના સંત પુ. મુકતાનંદબાપુએ નેશ વિસ્‍તારમાં શિક્ષણને ગુણવતાયુકત ભણતર માટે શરૂ કરેલ વિદ્યાયજ્ઞ

આનંદધારા પ્રોજેકટના ડાયરેકટર નલિન પંડીત અને જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્‍યાય સાથે મીટીંગ યોજાઇ ૭૦ નેશના બાળકોને દતક લીધા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧પ ચાપરડા બ્રહ્માનંદધામના સંસ્‍થાપક અને દોઢ દાયકાથી શિક્ષણની જયોત જગાવી ક્રાંતિકારી સંત એવા પુ. મુકતાનંદજી બાપુએ નેશ વિસ્‍તારમાં શિક્ષણનો વ્‍યાપ વધારવા ગુણવતાયુકત ભણતર માટે વિદ્યાયજ્ઞ શરૂ કર્યો છે.

તાજેતરમાં પૂ. બાપુએ આનંદધારા પ્રોજેકટના ડાયરેટર નલીન પંડીત અને જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આ.એસ. ઉપાધ્‍યાય સાથે મીટીંગ યોજી અને ચર્ચા વિચારણા કરેલ. આ તકે શ્રી ઉપાધ્‍યાય સપૂર્ણ સાથ સહકાર આપવા પૂ. મુકતાનંદ બાપુને જણાવ્‍યું હતું. આનંદ ધારા પ્રોજેકટ હેઠળ પૂ. મુકતાનંદબાપુ દ્વારા ગિર જંગલ ત્રણ જીલ્લામાં કુલ ૭૦ નેશ દતક લીધા છે.

જેમાં ૧૦ નેશમાં શાળા રીપેરીંગની કામગીરી તેમજ ૧૦ નશમાં પ્રાર્થના ખંડ બનાવાશે અને ર નેશમાં ટોઇલેટ બ્‍લોક બનાવાશે અને ભણતર માટે જરૂરી કીટ સાધન સામગ્રી અપાશે. જયાં સરકારના નિયમો મુજબ શિક્ષકો મળવાપાત્ર નથી ત્‍યાં શિક્ષકો આપશે અને નેશમાં વિદ્યાર્થીઓને નવ તથા દશ ધોરણમાં અભ્‍યાસ કરતા હોય તેવા પ૦ બાળકોને પૂ. મુકતાનંદ બાપુએ દતક લઇને બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિનામૂલય પ્રવેશ અપાશે.

ઉપરોકત તસ્‍વીરમાં જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્‍યાય સાથે ચર્ચા કરતા પૂ. મુકતાનંદબાપુ નજરે પડે છે. (તસ્‍વીર- મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:34 pm IST)