Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ગોંડલમાં કોરોના મહામારી વચ્ચે માસ્ક પહેરીને પતંગ ઉડાડવાની મોજ

ગોંડલ :મકરસંક્રાંતિના પર્વમાં કોરોનાની મહામારી વચ્ચે લોકોએ માસ્ક પહેરીને મન મુકીને પતંગ ચગાવી હતી ગોંડલમાં આજે સવારથી જ અગાસીમાં પતંગ દોરની મોજ -મસ્તીને ધમાલ અને ચારે બાજુ કાપ્યો છે ના ગુંજ શોર, મોડી સાંજ સુધી યૌવન આજે હિલ્લોળે ચડ્યા હતા. ઉતરાયણના મહાપર્વે સવારથી જ મંદિરોમાં દિવ્ય દર્શન અને દાન -ધર્મની ગંગા વહેવા લાગી હતી સવારથી જ લોકો કોલેજ ચોકમાં આવેલ લીલાપીઠમાં ગાયોને ઘાસચારો માટે ઉમટી પડ્યા હતા. ઉતરાયણના દિવસે લોકો મોડી સાંજ સુધી અગાસીમાં રહીને પતંગ ફાનસ અને બલુન આકાશમાં દેખાયા હતા.લોકોએ કરેલ લીલાના દાનના હિસાબે ગાયો પણ ધરાય ગઇ હતી ને લીલુ વધી પડ્યું હતુ જે અલખના ઓટલા પાસે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(1:39 pm IST)